જોખમ / અનિદ્રાથી કાર્ડિયોવાસ્ક્યુલર રોગ થવાનું જોખમ વધી જાય છે

Insomnia increases the risk of cardiovascular disease

  • સમયસર ઊંઘવામાં તકલીફ પડતી હતી તે લોકોમાં સ્ટ્રોક સહિતના કાર્ડિયોવાસ્ક્યુલર રોગોનું જોખમ 9% વધારે હોય છે
  • સવારે સમય કરતાં વહેલા જાગી જતા લોકોમાં કાર્ડિયોવાસ્ક્યુલર રોગોનું જોખમ 7% વધારે જોવા મળે છે

Divyabhaskar.com

Nov 08, 2019, 03:56 PM IST

હેલ્થ ડેસ્ક: કોઈ પણ વયની વ્યક્તિ માટે પૂરતી ઊંઘ અનિવાર્ય છે. અનિદ્રાની અસર માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે. અનિદ્રાની અવગણના કરતા લોકોને ચેતવણી આપે તેવું એક રિસર્ચ ચીનમાં કરવામાં આવ્યું છે. 'ન્યૂરોલોજી' નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં આ રિસર્ચ મુજબ અનિદ્રાથી કાર્ડિયોવાસ્ક્યુલર રોગ થવાનું જોખમ રહેલું છે.

ચીનમાં આવેલી પેકિંગ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલાં આ રિસર્ચમાં 4 લાખથી વધારે લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 51% લોકોના જીવનકાળમાં સ્ટ્રોક સહિતના કાર્ડિયોવાક્સ્યુકલર રોગો થયા ન હતા.

રાતે સૂવામાં પડતી કોઈ પણ પ્રકારની તકલીફ, ઊંઘમાંથી વહેલી જાગી જવું અથવા અપૂરતી ઊંઘને કારણે દિવસ દરમિયાન પડતી મુશ્કેલીઓ જેવાં અનિદ્રાનાં લક્ષણો વિશે પૂછવામાં આવ્યું હતું. તેમાં જોવા મળ્યું કે 11% લોકોને રાતે સમયસર ઊંઘવામાં તકલીફ પડી રહી હતી અને 10% લોકો એવા હતા જેઓ સમય કરતાં વહેલા જાગી જતા હતા. જ્યારે 2% લોકો એવા હતા જેમને અપૂરતી ઊંઘ ને લીધે દિનચર્યામાં તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.

આ તમામ લોકો પર 10 વર્ષ સુધી અવલોકન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન 1,30,032 સ્ટ્રોક સહિતના કેસ સામે આવ્યા હતા.

રિસર્ચમાં જોવા મળ્યું કે જે લોકોમાં અનિદ્રાનાં 3 લક્ષણો જોવા મળ્યા હતા તે લોકોમાં અન્ય લોકોની સરખામણીએ 18% વધારે કાર્ડિયોવાસ્ક્યુકર રોગોનું જોખમ વધારે જોવા મળ્યું હતું.

જે લોકોને માત્ર સમયસર ઊંઘવામાં તકલીફ પડતી હતી તે લોકોમાં સ્ટ્રોક સહિતના કાર્ડિયોવાસ્ક્યુલર રોગોનું જોખમ 9% વધારે જોવા મળ્યું હતું.

આ ઉપરાંત જે લોકો સવારે સમય કરતાં વહેલા જાગી જાય છે તે લોકોમાં કાર્ડિયોવાસ્ક્યુલર રોગોનું જોખમ 7% વધારે જોવા મળ્યું હતું.

રિસર્ચના લીડ ઓથર લિમિંગ લી જણાવે છે કે, આ રિસર્ચનાં પરિણામ દર્શાવે છે કે અનિદ્રાથી પીડાતા લોકોને જો યોગ્ય થેરપી આપવામાં આવે તો સ્ટ્રોક સહિતના કાર્ડિયોવાસ્ક્યુલર રોગના કેસ ઘટાડી શકાય છે.

X
Insomnia increases the risk of cardiovascular disease

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી