કોરોના વાઇરસ / અમેરિકી પ્રતિબંધોને લીધે નિર્દોષ મરી રહ્યાં છે: ઈરાન

કોરોનાના એલર્ટ વચ્ચે મેક્સિકો સિટીમાં યોજાયેલા મ્યૂઝિકલ ફેસ્ટિવલ વિવે લેટિનોમાં હજારો લોકો જોડાયા હતા.
કોરોનાના એલર્ટ વચ્ચે મેક્સિકો સિટીમાં યોજાયેલા મ્યૂઝિકલ ફેસ્ટિવલ વિવે લેટિનોમાં હજારો લોકો જોડાયા હતા.

  • ઇરાનમાં 4 કલાકમાં 113 મોત, 14 હજારથી વધુ લપેટમાં આવ્યા
  • યુરોપમાં 10 કરોડ લોકો ઘરમાં કેદ, અમેરિકી એરપોર્ટ્સ પર ભીડ જોવા મળી

દિવ્ય ભાસ્કર

Mar 16, 2020, 05:34 AM IST

તહેરાન, વોશિંગ્ટન, લંડન: યુરોપિયન દેશો પછી ઈરાન કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. દરમિયાન ઈરાને કહ્યું કે અમેરિકી પ્રતિબંધોને લીધે તેને વાઈરસ વિરુદ્ધ લડવાના પ્રયાસોમાં તકલીફ પડી રહી છે. ઈરાનના વિદેશમંત્રી જાવેદ જરીફે રાષ્ટ્રપતિ હસન રુહાનીના એ પત્રનો ઉલ્લેખ કર્યો જેમાં તેમણે લખ્યું છે કે ઈરાનમાં કોરોનાથી લડવા માટે કયા પ્રકારના પ્રયાસો થઇ રહ્યાં છે. તેમણે કહ્યું કે જોકે અમારા આ પ્રયાસોને અમેરિકી પ્રતિબંધોથી તકલીફ પડી રહી છે. નિર્દોષ લોકોને મરવા તરછોડી દેવા અનૈતિક છે. વાઈરલ કોઇ રાજકારણ કે ભૂગોળ નથી માનતો અને આપણે પણ એવું જ કરવું જોઈએ. ઈરાનમાં 14000 લોકો ચેપગ્રસ્ત છે જોકે 725 મૃત્યુ પામી ચૂક્યા છે. કોરોનાથી રવિવાર સુધી દુનિયામાં 1,62,588 લોકો ચેપગ્રસ્ત થયા હતા જ્યારે 6069 મૃત્યુ પામ્યા.
ઈટાલી પછી સ્પેને પણ લૉકડાઉનની જાહેરાત કરી
ઈટાલીની સાથે સ્પેનમાં સ્ટેટ ઈમરજન્સી અને લૉકડાઉનની જાહેરાત કરાઈ છે. સરકારે નિર્દેશ આપ્યા છે કે ફક્ત મેડિકલ અને ખાણી-પીણીની જરૂરિયાતો માટે જ લોકો ઘરોથી નીકળે. પીએમ પેડ્રો સાંચેજની પત્ની બેગોના ગોમેજ પણ કોરોનાની લપેટમાં છે. યુરોપમાં આશરે 10 કરોડ લોકો ઘરોમાં કેદ થઈ ચૂક્યા છે. સ્પેનમાં 193 મોત,6521 ચેપગ્રસ્ત થયા છે. ઈટાલીમાં 1400 લોકો મૃત્યુ પામ્યા છે.
અમેરિકા : સ્ક્રીનિંગમાં વિલંબ, પ્રવાસી હેરાન, ટ્રમ્પને ચેપ નહીં
પ્રતિબંધ છતાં અમેરિકી એરપોર્ટ્સ પર ભીડ જોવા મળી રહી છે. ન્યુયોર્ક અને ડલાસ એરપોર્ટથી યાત્રીઓએ ટ્વિટ કરી લાંબી લાઇનોના ફોટા શેર કર્યા. કેટલાકે કહ્યું કે સ્ક્રીનિંગમાં મોડું થતાં ક્નેક્ટિંગ ફ્લાઈટ છૂટી ગઈ. અમેરિકી પ્રમુખ ટ્રમ્પનો કોરોના ટેસ્ટ પર નેગેટિવ આવ્યો છે. બ્રાઝીલના ઉપરાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરીને મળ્યા પછી તેમના ટેસ્ટની વાત થઈ રહી હતી.
બ્રિટન : 70થી વધુ વયના લોકોને અલગ રખાશે, ક્વીને મહેલ છોડ્યો
વૃદ્ધોને વધુ જોખમ છે, તેને ધ્યાનમાં રાખી બ્રિટનમાં અમુક અઠવાડિયામાં 70 વર્ષ અને તેનાથી વધુ વયના લોકોને ઘરે કે અલગ રહેવા માટે કહેવાશે. બ્રિટનના હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક મુજબ એવા લોકોને ઘરે જ તમામ સુવિધાઓ અપાશે જેથી તેમને બહાર નીકળવાની જરૂર ન પડે. લંડનના મહારાણી એલિઝાબેથ દ્વિતીય, પ્રિન્સ ફિલિપને બર્મિંઘમ પેલેસથી હટાવી વિન્ડસર કેસલ લઈ જવાયા છે.
મેક્સિકો : દુનિયાભરમાં કોરોના વાઈરસને લીધે અનેક મોટા કાર્યક્રમ રદ થઈ ચૂક્યા છે. તેમ છતાં તેના મેક્સિકો સિટીમાં યોજાયેલા મ્યૂઝિકલ ફેસ્ટિવલ વિવે લેટિનોમાં હજારો લોકો જોડાયા હતા. આ મેક્સિકોના મોટા ફેસ્ટિવલો પૈકી એક છે. બે દિવસના આ ફેસ્ટિવલ માટે 70 હજારથી વધુ ટિકિટો વેચાઈ હતી. ઈવેન્ટમાં પ્રવેશતા સમયે આવનારા લોકોની મેડિકલ તપાસ કરાઈ હતી.
નિકારાગુઆ : અહીં લવ ઈન ધ ટાઈમ્સ ઓફ કોવિડ-19 શીર્ષક હેઠળ રેલી યોજાઈ. તેમાં સેંકડો લોકો ઉમટ્યાં.
બ્રિટન : રવિવારે બ્રિટનના બાથમાં હાફ મેરેથોન યોજાઈ. તેમાં 15 હજારથી વધુ દોડવીરોએ ભાગ લીધો.

કોરોના હાઇલાઇટ્સ

  • વેટિકનમાં ઈસ્ટર પર યોજાનાર પોપના કાર્યક્રમોમાં સામાન્ય લોકોના ભાગ લેવા પર પ્રતિબંધ મૂકાયો.
  • ઈઝરાયલમાં નેતન્યાહૂના કેસની સુનાવણી ટળી. અલ સલ્વાડોર અને કઝાકિસ્તાનમાં પણ ઈમરજન્સી જાહેર.
  • પાકિસ્તાનમાં પીડિતોની સંખ્યા વધીને 38 થઈ, તમામ શૈક્ષણિક સંસ્થાન 30 મે સુધી બંધ કરાયા.
  • આતંકી સંગઠન આઈએસ પણ ભયના ઓથારે, તેણે સભ્યોને એલર્ટ રહેવા અને યુરોપિયન દેશોમાં ન જવા કહ્યું છે.
X
કોરોનાના એલર્ટ વચ્ચે મેક્સિકો સિટીમાં યોજાયેલા મ્યૂઝિકલ ફેસ્ટિવલ વિવે લેટિનોમાં હજારો લોકો જોડાયા હતા.કોરોનાના એલર્ટ વચ્ચે મેક્સિકો સિટીમાં યોજાયેલા મ્યૂઝિકલ ફેસ્ટિવલ વિવે લેટિનોમાં હજારો લોકો જોડાયા હતા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી