તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં પુરુષ ઉમેદવારોને અન્યાય

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલઆરડી પરીક્ષા મામલે સુરેન્દ્રનગર, લખતર અને ધ્રાંગધ્રામાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યા

સુરેન્દ્રનગરઃ ગુજરાત સરકાર દ્વારા એલઆરડીની ભરતી પ્રક્રિયા શરૂ થઇ ત્યારથી વિવાદ પીછો છોડવાનું નામ નથી લઇ રહ્યો. ત્યારે મહિલા ઉમેદવારોની વધારેલ સંખ્યા સામે પુરૂષ ઉમેદવારોને થયેલ અન્યાય દુર કરી પુરૂષ ઉમેદવારોની સંખ્યા પણ વધારવાની માંગ સાથે સુરેન્દ્રનગર, લખતર, ધ્રાંગધ્રામાં આવેદન પાઠવવામાં આવ્યા હતા.

પુરૂષ ઉમેદવારોને થતો અન્યાય અટકાવી ન્યાય અપાવવા માંગ
સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં એલઆરડી ભરતીના ઉમેદવારોએ આવેદન પાઠવ્યુ હતુ. જેમાં જણાવ્યુ કે એલઆરડી ભરતીની લેખીત પરીક્ષા અને શારીરિક કસોટી પુર્ણ થઇ ગયેલ છે. આ ભરતી પ્રક્રિયામાં સરકારે મુળ જાહેરાત સિવાય ઉમેદવારોની સંખ્યામાં 2485 સીટોનો વધારો કર્યો છે. રાજ્ય સરકારના અનામત કાયદા મુજબ કોઇ પણ સરકારી નોકરીઓમાં 33 ટકા મહિલાઓ અને 67 ટકા પુરૂષોને સ્થાન આપવાનુ આથી સરકાર દ્વારા મહિલાઓની 2485 વધારાઇ છે જેના સાપેક્ષમાં પુરુષોની સંખ્યા પણ વધારવા અને પુરૂષ ઉમેદવારોને થતો અન્યાય અટકાવી ન્યાય અપાવવા માંગ કરી હતી.

પુરૂષોને યોગ્ય ન્યાય આપવામાં આવે
પુરૂષ ઉમેદવારો દ્વારા પણ એલઆરડી ભરતીમાં વધારો માર્ક મેરીટ મુજબ વધારો માંગી રહ્યા છે. ત્યારે મંગળવારે ધ્રાંગધ્રા એલઆરડી પરીક્ષા આપેલા એવા વિધાર્થીઓ દ્વારા ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવીને નિવેદન કરવામાં આવ્યુ હતુ. અને ઝડપથી એલઆરડી પરિક્ષામાં ફેરફાર કરવામાં આવે અને પુરૂષોને યોગ્ય ન્યાય આપવામાં આવે જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતાં. 

અન્યાય થયો હોવાની વાત જણાવી લખતર મામલતદાર આવેદનપત્ર આપ્યુ
લખતરમાં લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયામાં સરકાર દ્વારા મહિલાઓની સીટ વધાર્યા બાદ લખતરમાં મંગળવારનાં રોજ લખતર તાલુકાનાં પુરુષ ઉમેદવારોએ સંજય અઘારા તથા સુરેશ ઠાકોરની આગેવાનીમાં આ અંગે અન્યાય થયો હોવાની વાત જણાવી લખતર મામલતદાર આવેદનપત્ર આપ્યુ હતું. આ આવેદનપત્ર લખતર મામલતદાર ડો.વી.બી. પટેલે સ્વીકાર્યું હતું અને ઉપલી કચેરીએ યોગ્ય કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser