તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રેસ્કયુ:તરસાડા બાયપાસ આગળથી મળેલા ઘાયલ દીપડાના બચ્ચાની સારવાર કરાઈ

માંડવી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
તરસાડાબારના બાય પાસ પર ઘાયલ દીપડાનું બચ્ચું મળ્યું

તરસાડા બાયપાસ આગળ કોઈ અગમ્ય કારણસર ઘાયલ થયેલ દીપડીનું બચ્ચું જોવા મળતા સ્થાનિકો દ્વારા જીવદયાની ટીમને જાણ કરતા જીવદયા પ્રેમી વિપુલભાઈ શાહની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પોહોંચી પોતાના વાહનમાં માંડવી પશુ દવાખાને લાવી સારવાર આપી હતી .પ્રાપ્ત માહિતી અનુસાર તરસાડા બાયપાસ આગળ રવિવારની મોડી સાંજે દીપડીનું અંદાજીત અઢી માસનું એક બચ્ચું ઘાયલ હાલતમાં જણાતા લોકટોળુ ભેગું થઈ ગયું હતું અને જીવદયા પ્રેમી વિપુલભાઈ શાહને જાણ કરતા એમની ટીમ મોઇનભાઈ મુલતાની, ધાર્મિક શાહ, તથા વાસીમભાઈ સાથે ઘટના સ્થળે પહોંચી પોતાના વાહનમાં માંડવી પશુ દવાખાને લાવી સારવાર આપી હતી.અને વનવિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ પણ પહોંચી ગઈ હતી.અને સારવાર બાદ કબ્જે લઈ સલામત સ્થળે રાખવામાં આવી હતી.ગળાના ભાગે થયેલ ઈજાથી ઘાયલ બનેલ દીપડીને સાવધાની પૂર્વક સારવાર આપનાર જીવદયાની ટીમના સાહસ તથા ભાવનાને સૌએ બિરદાવી હતી .

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો