તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

લુણી-જવાઇ રણ પ્રોજેક્ટ સહિતની માહિતી રજુ કરાઇ

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બારે માસ પાણી, 24 કલાક વીજળી મળી શકે તે અંગે ચિંતન કરાયું

ગાંધીધામઃ પરમાણુ સહેલી દેશભરમાં ઝુંબેશ ચલાવી રહી છે. રાજસ્થાન, ગુજરાત સહીતના જુદા જુદા પ્રોજેક્ટ અંગેની માહિતી રજુ કરીને ખારા પાણીને મીઠા બનાવવા સહીતની બાબતોને આવરી લઇને લોક જાગૃત્તિ લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.  અંજારમાં આજે પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા રાજસ્થાન સાબરમતી લીંક પ્રોજેક્ટ, લુણી - જવાઇ રણ પ્રોજેક્ટ સાથે જળ ખેત યોજના, નહેર ટોપ સોલાર પ્લાન્ટ, દૂધ ડેરી પ્લાન્ટ વગેરેની માહિતી આપવામાં આવી હતી.

ભારતના સ્માર્ટ મોડયુલર યંત્રો સબંધીત જાણકારી આપી
પરમાણુ સહેલી ડો. નીલમ ગોયલએ અંજાર ખાતે યોજેલી મીટીંગમાં પ્રાંત ઓફીસર તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમને પીપીટી પ્રેઝન્ટેશન અને પ્રશ્નોત્તરીના માધ્યમથી ઉપરોક્ત પ્રોજેક્ટ અંગે માહિતી આપી હતી. હાઇડ્રોજન ગેસનું મોટર વાહનના ઇંધણના રૂપમાં ઉત્પાદન તથા ખારા પાણીને પીવા લાયક બનાવવા સંદર્ભે ભારતના સ્માર્ટ મોડયુલર યંત્રો સબંધીત જાણકારી આપી હતી. 1994 તેમજ 2005 સુધી આ તમામ યોજનાઓ શરૂ કરી દેવા તૈયારીઓ થઇ ચુકી હતી તેવો પણ દાવો કરવામાં આવ્યો હતો. લોકો, ખેડૂતો, ઉદ્યોગપતિ, કાર્યકરો, કમીટીઓ, પ્રસાર તંત્ર તેમજ સરકાર, ઇન્સ્ટીટયુટો જો ઇચ્છે તો બારે માસ પાણી અને 24 કલાક વીજળીનું વિતરણ થઇ શકે ઉપરાંત રોજગારી મેળવવા માંગતા દરેકને રોજગારી મળી રહે તેમ તેમણે જણાવ્યું હતું. તેઓ રાજ્યના 2 કરોડ ગ્રામીણ યુવાનોને વ્યક્તિગત રીતે મળી આ તમામ યોજનાઓ કાર્યરત થવા બાબતે નૈતિક સમર્થન મળે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો