તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નુકસાન:પીપળસટ સહિતના વિસ્તારમાં કપાસમાં ગુલાબી ઈયળનો ત્રાસ

સંખેડા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
કપાસના ઝીંડવામાં ગુલાબી ઈયળો જોવા મળી હતી.
  • ઝીંડવામાં ઘુસી અંદરથી કપાસને ખલાસ કરી નાખે છે

સંખેડા તાલુકાના પીપળસટ વિસ્તારની સીમમાં કપાસના પાકમાં ગુલાબી ઈયળનો આવતાં ખેડૂતો પરેશાન બન્યા છે. ગુલાબી ઈયળો કપાસના ઝીંડવામાં ઘુસી જઇને અંદરથી કપાસને ખલાસ કરી નાખે છે. જેથી ખેડૂતોને જે ઉત્પાદન મળવાનું હોય એના કરતાં ખૂબ જ ઓછું ઉત્પાદન મળી શકે છે.સંખેડા તાલુકામાં હાલમાં કપાસનો ઉત્પાદન શરૂ થયું છે. પણ પીપળસટ સહિત કેટલાક ગામની સીમમાં કપાસના વાવેતરમાં જે ઝીડવા લાગ્યા છે એ ઝીંડવા કાળા પડી રહ્યા છે. આ ઝીંડવાને વચ્ચેથી તોડીને જોતા તેમાંથી ગુલાબી ઈયળ નીકળે છે. ગુલાબી ઈયળ કપાસના ઝીંડવાને અંદરથી ખલાસ કરી નાખે છે. જેથી ખેડૂતને કપાસમાંથી જે ઉત્પાદન મળવાની અપેક્ષા હોય છે.

તેના કરતા ઓછો ઉતારો મળવાની શક્યતા છે. આ સીમમાં ખેતી કરતા ખેડૂત અતુલભાઈ રોહિતે જણાવ્યું હતું કે, મારા ખેતરમાં કપાસમાં ગુલાબી ઈયળો આવી ગઈ છે. ઉપરાંત લાલ ચૂસીયા જીવાત પણ દેખાય છે. ગુલાબી ઈયળ કપાસના ઝીંડવાને અંદરથી ખલાસ કરી નાખે છે. એટલે જે ઉતારો મળવો જોઈએ એ મળવાની શક્યતા ઓછી છે. ગુલાબી ઈયળ કપાસના ઝીંડવાની અંદર ઘુસી જાય પછી દવા પણ અસર કરતી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો