વિદેશ પ્રવાસ / ભારત-ઉઝ્બેક વ્યાપાર એક અબજ ડોલરે પહોંચશે: રૂપાણી

Indo-Uzbek business will reach one billion dollars: Rupani

  • ઉઝબેકિસ્તાનમાં સીએમ રૂપાણીએ આંદિજાન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટ્રીટનું નામકરણ તથા તેમની અર્ધપ્રતિમાનું અનાવરણ કર્યું  

Divyabhaskar.com

Oct 20, 2019, 07:10 AM IST

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉઝ્બેકિસ્તાનના આંદિજાન શહેરમાં યોજાયેલી આંદિજાન ફર્સ્ટ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં સંબોધન કરતાં જણાવ્યું કે ખૂબ ઝડપથી ભારત અને ઉઝ્બેકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય વ્યાપાર એક અબજ ડોલરે પહોંચશે. હાલ ભારત-ઉઝબેકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય વેપાર ૩૦ કરોડ યુ.એસ. ડોલરનો છે. રૂપાણીએ કહ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૨૦૧૫-૧૬માં થયેલી ઉઝબેકિસ્તાન યાત્રા અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખની વાયબ્રન્ટ ગુજરાત સમિટ- ૨૦૧૯ પૂર્વેની ભારતયાત્રાથી બન્ને દેશો વચ્ચેના સંબંધોને વધુ નવું બળ અને ઊંચાઈ મળ્યાં છે. વિવિધ ક્ષેત્રો અને ઉદ્યોગો થકી ચાલતાં વ્યાપારનું કદ 1 અબજ ડોલર સુધી લઇ જવાના બેય દેશોના વડાઓના લક્ષ્યને પણ પૂર્ણ કરશે.
આજે પાંચ દિવસીય પ્રવાસે પહોંચેલા મુખ્યમંત્રીના પ્રતિનિધિ મંડળનું આંદિજાનના હવાઈ મથકે ભારતીય રાજદૂત, તથા આંદિજાનના સ્થાનિક અગ્રણીઓ અને નાગરિકોએ સ્વાગત કર્યું. અહીં તેમણે ઉઝ્બેક નાયબ વડાપ્રધાન એલ્યોર ગનીયેવ સાથે બેઠક કરી. ગનિયેવે જણાવ્યું કે આ સમિટ કરવાની પ્રેરણા અમને ગુજરાતની વાયબ્રન્ટ સમિટમાંથી મળી છે.
ભારતના શારદા ગ્રૂપે રૂ. બે કરોડના ખર્ચે અહીંના ફરગના પ્રાંતમાં પ્રથમ સ્વતંત્ર ખાનગી યુનિવર્સિટી માટે એમઓયુ કર્યા જ્યારે મુખ્યમંત્રીએ આંદિજાનના ઉઝબેક-ઇન્ડિયા ફ્રી ફાર્મા ઝોનમાં 5 કરોડ ડોલરના ખર્ચે બનનારા કેડિલા જૂથના ફાર્માસ્યુટિકલ પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું.

X
Indo-Uzbek business will reach one billion dollars: Rupani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી