તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Indications Of Renewed Conflict Between The Government And The Governor Over The Selection Of 12 Legislators

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલિટીકલ:12 વિધાનસભ્યોની પસંદગીને મામલે સરકાર અને રાજ્યપાલ વચ્ચે ફરી સંઘર્ષના સંકેત

મુંબઈ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાવિકાસ આઘાડી સરકારના નેતાઓ બેઠકમાં આગળની રણનીતિ નક્કી કરશે

રાજ્યપાલ નિયુક્ત વિધાન પરિષદના 12 વિધાનસભ્યોની પસંદગી માટે મોકલવામાં આવેલી યાદી 21 નવેમ્બર સુધી મંજૂર કરવી એવી વિનંતી સરકારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને કરી હતી, પરંતુ શનિવારે તેની મુદત પૂરી થવા છતાં રાજભવને કોઈ નિર્ણય નહીં લેતાં આ મુદ્દા પરથી ફરી એક વાર મહાવિકાસ આઘાડી સરકાર વિરુદ્ધ રાજ્યપાલ વચ્ચે સંઘર્ષ ફાટી નીકળવાના સંકેત છે.

સરકારે 6 નવેમ્બરે વિધાન પરિષદ માટે 12 નામનો પ્રસ્તાવ રાજ્યપાલ પાસે મોકલ્યો હતો. શિવસેનાના અનિલ પરબ, રાષ્ટ્રવાદીના નવાબ મલિક, કોંગ્રેસના અમિત દેશમુખે આ સંબંધમાં રાજ્યપાલની મુલાકાત લઈને યાદી સોંપી હતી. રાજ્યપાલે 21 નવેમ્બર સુધી યાદી મંજૂર કરવી એવી વિનંતી પણ કરવામાં આવી હતી.

આ ઉમેદવારોમાં રાષ્ટ્રવાદી તરફથી એકનાથ ખડસે, રાજુ શેટ્ટી, યશપાલ ભિંગે અને આનંદ શિંદે, કોંગ્રેસ તરફથી રજની પાટીલ, સચિન સાવંત, મુઝફ્ફર હુસૈન, અનિરુદ્ધ વનકર, શિવસેના તરફથી ઊર્મિલા માતોંડકર, નીતિન બાનગુડે પાટીલ, વિજય કરંજકર અને ચંદ્રકાંત રઘુવંશીનો સમાવેશ થાય છે. મહાવિકાસ આઘાડીએ 21 નવેમ્બરે યાદી જાહેર કરવા બાબતે કરેલી વિનંતીની મુદત 21 નવેમ્બરે પૂરી થઈ છે. આમ છતાં રાજ્યપાલે યાદી જાહેર કરવા બાબતે હજુ સુધી કોઈ માહિતી મુખ્ય મંત્રાલયને આપી નથી. આ યાદી જાહેર કરવા બાબતે રાજ્યપાલ પાસેથી રાજકારણ કરવામાં આવી રહ્યું છે એવો આરોપ આ પૂર્વે જ આઘાડીના મંત્રીઓએ કર્યો હતો. આથી યાદી આપતાં મુદતની ભલામણ કરવા પાછળ પણ આઘાડીની રણનીતિ હતી. સ્વાભાવિક રીતે જ હવે આઘાડી અને રાજ્યપાલ વચ્ચે સંઘર્ષ થવાનો સંકેત છે.

પરિવહન મંત્રી અનિલ પરબે જણાવ્યું હતું કે મુખ્ય મંત્રીએ 15 દિવસમાં નિર્ણય લેવા રાજ્યપાલને વિનંતી કરી હતી. જોકે હજુ કોઈ નિર્ણય નહીં લેવાતાં આગળની કાર્યવાહી માટે આઘાડીના નેતાઓ એકત્ર બેસીને નિર્ણય લેશે, એમ તેમણે જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો