સર્વે / ભારતીયો 1 વર્ષમાંથી 75 દિવસ સ્માર્ટફોનનો ઉપયોગ કરવામાં પસાર કરે છે: CMR સર્વે

Indians spend 75 days out of 1 year using smartphone: CMR survey

  • સર્વે મુજબ 3માંથી 1 યુઝર સ્માર્ટફોનનો ઉપયોગ કર્યા વગર 5 મિનિટ પણ રહી શકતા નથી
  • 70% યુઝરનું માનવું છે કે સ્માર્ટફોનના ઉપયોગને લીધે તેમનાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર અસર પડે છે

Divyabhaskar.com

Dec 21, 2019, 06:11 PM IST

ગેજેટ ડેસ્કઃ ભારતીયો 1 વર્ષમાં સરેરાશ 75 દિવસ સ્માર્ટફોનના ઉપયોગમાં વિતાવી દે છે. સાયબર મીડિયા ફર્મ CMRએ ચાઈનીઝ સ્માર્ટફોન મેકર વિવો સાથે કરેલાં એક સર્વેમાં આ વાતનો ખુલાસો થયો છે. આ સર્વે મુજબ સ્માર્ટફોનનો ઉપયોગ લોકોના મૂડ, સબંધ અને સ્વાસ્થ્ય પર અસર કરે છે.

આ સર્વેમાં 2000 લોકોના અભિપ્રાય લેવામાં આવ્યો હતો. તેમાંથી 64% પુરુષ અબે 36% મહિલાઓ હતી.

દિવસમાં એક તૃતયાંશ સમય સ્માર્ટફોન સાથે
આ સર્વેમાંથી 75% લોકોને તેમનો પ્રથમ સ્માર્ટફોન યુઝર ટીનેજર હતા ત્યારે મળ્યો હતો. 41% યુઝર્સે હાઈ સ્કૂલ પછી સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો હતો. સર્વે મુજબ 3માંથી 1 યુઝર સ્માર્ટફોનનો ઉપયોગ કર્યા વગર 5 મિનિટ પણ રહી શકતા નથી. સર્વેમાં એ વાતનો પણ ખુલાસો થયો કે યુઝર દિવસ દરમિયાન સરેરાશ એક તૃતયાંશ સમય સ્માર્ટફોનના ઉપયોગ કરવામાં વિતાવે છે.

સર્વેમાં જાણવા મળ્યું કે મોટા ભાગના લોકોને પરિવારના સભ્યો સાથે વર્ચ્યુઅલ એટલે કે સ્માર્ટફોનનનાં માધ્યમથી વાત કરવી પસંદ હોય છે. સર્વેમાં સામેલ 70% યુઝરનું માનવું છે કે સ્માર્ટફોનના ઉપયોગને લીધે તેમનાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર અસર પડે છે.

CMRના હેડ પ્રભુ રામ અનુસાર, સર્વેના પરિણમો દર્શાવે છે કે સ્માર્ટફોનની નિર્ભરતા વધી રહી છે. સમયાંતરે સ્માર્ટફોનને બંધ કરી દેવાથી સ્વાથ્ય સારું રહે છે.

X
Indians spend 75 days out of 1 year using smartphone: CMR survey

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી