• Home
  • Lifestyle
  • Travel
  • Indians can't celebrate New Year in Pokhara in the hills, Indian number plates have been banned

નેપાળ / પહાડીઓમાં વસેલા પોખરામાં ભારતીય નંબર પ્લેટવાળા વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે

Indians can't celebrate New Year in Pokhara in the hills, Indian number plates have been banned

  • નેપાળે ભારતીય નંબર પ્લેટવાળા વાહનોના પોખરામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે
  •  નેપાળની રાજધાની કાઠમંડુથી ૭૦ કિ.મી. દૂર પોખરા આવેલું છે
  • અહીં કુદરતી સૌંદર્યથી લઈને એડવેન્ચર સ્પોર્ટ્સ અને ઘણા ધાર્મિક સ્થળો પણ છે

Divyabhaskar.com

Dec 31, 2019, 02:10 PM IST

ટ્રાવેલ ડેસ્ક. જો તમે નવા વર્ષની ઉજવણી માટે નેપાળના સૌથી પોપ્યુલર ડેસ્ટિનેશન પોખરા જવાનો પ્લાન કરી રહ્યા હો તો આ માહિતી તમારા માટે સૌથી મહત્ત્વની છે. નવા વર્ષ પહેલા જ નેપાળે ભારતીય નંબર પ્લેટવાળા વાહનોના પોખરામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેની અસર ત્યાંના પર્યટનને થશે. જો કે, તેનાથી ટૂરિસ્ટોમાં પણ નિરાશા જોવા મળી રહી છે. નેપાળની રાજધાની કાઠમંડુથી ૭૦ કિ.મી. દૂર પોખરા આવેલું છે.

શા માટે પ્રખ્યાત છે પોખરા?
પોખરાને નેપાળના 'દેવતાઓનું ઘર' કહેવામાં આવે છે. અહીં કુદરતી સૌંદર્યથી લઈને એડવેન્ચર સ્પોર્ટ્સ અને ઘણા ધાર્મિક સ્થળો પણ છે. પોખરા તળાવ અને ઘાટી માટે પ્રસિદ્ધ છે.

દાવી ફોલ
આ ફોલ અથવા ધોધને એક રહસ્ય માનવામાં આવે છે. તેનું પાણી કોઈ નદી અથવા સરોવરમાં જવાની જગ્યાએ ગુફાઓમાંથી પસાર થઈને એક ડાર્ક હોલ માં પડે છે. આ જ કારણ છે કે ટૂરિસ્ટોને આ જગ્યાએ આકર્ષિત કરે છે. આ ધોધના નામની પાછળ પણ રસપ્રદ કહાની છે. એવું કહેવામાં આવે છે કે, એક વખત દાવી નામની એક સ્વિસ મહિલા સ્વીમિંગ દરિયાન મૃત્યુ પામી હતી. ત્યારથી આ ધોધનું નામ દાવી પડી ગયું છે.

પેહવા લેક
પોખરામાં પેહવા લેક પણ જોવાલાયક છે. તે નેપાળનું બીજુ સૌથી મોટું તળાવ છે, તે આસપાસ રાની વન અથવા ક્વીન ફોરેસ્ટથી ઘેરાયેલું છે. તેનું પાણી એટલું સ્વચ્છ છે કે તે કાચ જેવું દેખાય છે. તેના સ્વચ્છ પાણીમાં આસપાસની હરિયાળીની છબી દેખાય છે, તેથી આ દૃશ્ય એકદમ અલગ દેખાય છે.

X
Indians can't celebrate New Year in Pokhara in the hills, Indian number plates have been banned

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી