• Home
  • Lifestyle
  • Travel
  • Indian Railways launches 'train side vending' scheme, passenger will get delicious food on the seat

સુવિધા / ઈન્ડિયન રેલવેએ 'ટ્રેન સાઈડ વેન્ડિંગ' યોજના શરૂ કરી, પેસેન્જરને સીટ પર સ્વાદિષ્ટ ખાવાનું મળશે

Indian Railways launches 'train side vending' scheme, passenger will get delicious food on the seat

  •  ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન બેઝ કિચનમાં બનાવેલું સ્વાદિષ્ટ ખાવાનું આપશે
  • પેન્ટ્રીકારની સુવિધા ન ધરાવતી ટ્રેનમાં પણ મુસાફરોને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ પીરસવાની યોજના
  • સમગ્ર દેશમાં અંદાજે 700 ટ્રેનોમાં આ સુવિધા આપવામાં આવશે

Divyabhaskar.com

Oct 17, 2019, 01:44 PM IST

ટ્રાવેલ ડેસ્ક. રેલવે મુસાફરી દરમિયાન રસ્તામાં તમને ભૂખ લાગે છે અને તમારી ટ્રેનમાં પેન્ટ્રી કાર નથી તો હવે ચિંતા કરવાની જરૂર નથી. તમને ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) બેઝ કિચનમાં બનાવેલું સ્વાદિષ્ટ ખાવાનું આપશે. બેઝ કિચન એટલે કે, સ્ટેશન પર નક્કી કરેલા સ્થળે વાનગીઓ બનાવીને મુસાફરોને પહોંચતી કરવામાં આવશે. રેલવે તરફથી ટ્રેન સાઈડ વેન્ડિંગ યોજના શરૂ કરવામાં આવી રહી છે. જેના અંતર્ગત મુસાફરો પોતાની ભાવતી વાનગી મંગાવી શકશે.

એક ફોન પર સ્વાદિષ્ટ વાનગીઓ હાજર થઈ જશે

ટ્રેન સાઈડ વેન્ડિંગ યોજના અંતર્ગત પેન્ટ્રીકારની સુવિધા ન ધરાવતી ટ્રેનમાં પણ મુસાફરોને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ પીરસવાની યોજના છે. આ યોજના હેઠળ મુસાફરોની માગ પર IRCTC બેઝ કિચનથી ખાવાનું લઈને ટ્રેનોમાં મોકલવામાં આવશે. મુસાફરોને તેમની સીટ પર તેમની ભાવતી વાનગી આપવામાં આવશે.

સમગ્ર દેશમાં 700 ટ્રેનોમાં મળશે આ સુવિધા

આ સુવિધા માટે ટ્રેનમાં એક કેટરિંગ મેનેજર હશે જે મુસાફરોની ડિમાન્ડ પ્રમાણે ખાવાનું ટ્રેનમાં મંગાવશે અને મુસાફરો સુધી પહોંચાડશે. સમગ્ર દેશમાં અંદાજે 700 ટ્રેનોમાં આ સુવિધા આપવામાં આવશે.

ગેરકાયદે વેન્ડિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે

ટ્રેન સાઈડ વેન્ડિંગ યોજના શરૂ કરવા પાછળનો રેલવેનો ઉદ્દેશ્ય મુસાફરોને સ્વાદિષ્ટ અને સારું ખાવાનું આપવાની સાથે ટ્રેનોમાં ગેરકાયદે ખાદ્યસામગ્રીનું વેચાણ કરનારા લોકો પર પ્રતિબંધ લગાવવાનો છે. મુસાફરોને સારો વિકલ્પ મળવા પર ગેરકાયદે વેન્ડિંગ બંધ આપોઆપ બંધ થવા લાગશે.

X
Indian Railways launches 'train side vending' scheme, passenger will get delicious food on the seat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી