તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • India Post Launched New Service, Will Offer Free Digital Locker Service For The First Time In The Country

ઇન્ડિયા પોસ્ટે નવી સર્વિસ શરૂ કરી, દેશમાં પહેલીવાર ફ્રી ડિજિટલ લોકર સર્વિસ આપશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ ઈન્ડિયા પોસ્ટ દેશમાં પ્રથમ વખત ફ્રી ડિજિટલ લોકર સર્વિસ શરૂ કરવા જઈ રહ્યું છે. ઇન્ડિયા પોસ્ટ હેઠળ તેની પોસ્ટલ સર્વિસ ચલાવનાર વિભાગે ગુરુવારથી પશ્ચિમ બંગાળમાં તેની પ્રથમ ફ્રી ડિજિટલ પાર્સલ લોકર સેવા શરૂ કરી દીધી છે. આ સેવા હેઠળ ગ્રાહકો તેમની સુવિધા અનુસાર પોસ્ટ ઓફિસથી તેમનું પાર્સલ કલેક્ટ કરી શકશે. યુરોપિયન દેશોમાં આ સુવિધા લોકપ્રિય છે પરંતુ ભારતમાં પહેલીવાર શરૂ થઈ રહી છે. કોલકાતામાં આ સર્વિસ ઇન્ડિયા પોસ્ટના બે પોસ્ટ ઓફિસમાં શરૂ થઈ ગઈ છે. ટૂંક સમયમાં તમામ રાજ્યોમાં આ સર્વિસ શરૂ કરવાની ઇન્ડિયા પોસ્ટની યોજના છે.


આ સર્વિસ વર્કિંગ ક્લાસના એવા લોકો માટે શરૂ કરવામાં આવી છે, જેના ઘરે કોઈ પાર્સલ રિસીવ કરનારું નથી. આવા લોકો ઓફિસ પછી પોસ્ટ ઓફિસમાં તેના લોકરથી તેની સુવિધાનુસાર તેમનું પાર્સલ લઈ શકે છે.

કેવી રીતે કામ કરશે?

  • આ સુવિધા લેનાર કસ્ટમર્સને ઇન્ડિયા પોસ્ટ તરફથી જ્યાં પણ પાર્સલ ડ્રોપ કરવામાં આવશે, તેના અડ્રેસ માટે એક ખાસ લોકર નંબર આપવામાં આવશે.
  • આ ડિજિટલ પાર્સલ લોકરમાં પાર્સલ ડ્રોપ કરવામાં આવશે અને કસ્ટમરને OTPનો એક મેસેજ આવી જશે.
  • કસ્ટમર્સ પાર્સલ ડ્રોપ થયાના આવનારા સાત દિવસો સુધી પોતાનું પાર્સલ લોકરથી નિકાળી શકશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો