તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અધિવેશન:ભારતે સંરક્ષણ ક્ષેત્રે નાણાકીય રોકાણ વધાર્યું છે જેથી ફાયદો થશે

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બરોડા મેનેજમેન્ટ અસોસિએશનનું 32મું વાર્ષિક અધિવેશન

શહેરના બરોડા મેનેજમેન્ટ અસોસિએશન દ્વારા 32માં વર્ષિક અધિવેશન યોજવામાં આવ્યું હતું. જે વિશે માહિતી આપતા પ્રેસિડન્ટ મિનાક્ષી વૈષ્ણવે જણાવ્યું હતું કે, કોરોનાના સમયમાં કઇ રીતે ટકી રહેવું, કઇ રીતે ખીલવું અને સમૃદ્ધ થવુ તે વિષય પર ચર્ચા કરાઇ હતી. આ અધિવેશન વર્ચ્યુઅલ યોજાયું હતુ. વક્તા તરીકે એઆઇએમએના પ્રેસિડંટ હર્ષ પટી સિંઘાનીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાકાળ દરમિયાન લોકોએ ઇ-લર્નિંગ, વર્ક ફ્રોમ હોમ કર્યું છે. લોકો શારીરીક, માનસીક અને આર્થિક પરિસ્થિતીનો સામનો કરી રહ્યા છે. તેથી કોરોનાના સમયગાળા બાદ અર્થતંત્રને પ્રોત્સાહન આપવાની જરૂર છે. કોરોનાથી પ્રવાસ અને હોસ્પિટલિટી સેક્ટરને ઘણુ નુકસાન થયુ છે. નવતર તકનિકો અને વિચારોનો ઉપયોગ કરીને નવી તકો ઝડપવી જોઇએ. ભારતે સંરક્ષણ ક્ષેત્રે નાણીકીય રોકાણ વધાર્યું છે જેનાથી આવનારા સમયમાં ફાયદો થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો