• Home
  • International
  • India demanded the arrest of two Indians in Pakistan, without returning any harm

નાગરિક / વિદેશ મંત્રાલયે કહ્યું-અમારા નાગરિકોને આતંકવાદી કહીને પાકિસ્તાન ખોટો ભ્રમ ન ફેલાવે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમાર
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમાર

Divyabhaskar.com

Nov 21, 2019, 06:14 PM IST

નવી દિલ્હીઃ ભૂલથી સરહદ પાર કરી ગયેલા ભારતીય નાગરિકો સાથે પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓની માફક કરવામાં આવી રહેલા વ્યવહારને લઈ ભારતના વિદેશ મંત્રાલયે સખત વાંધો ઉઠાવ્યો છે. આ સાથે ભારતે પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવેલા બે ભારતીય નાગરિકોને રાજદ્વારી ઉપલબ્ધ કરાવવાની પણ માંગ કરી છે. આ સાથે ભારતે એવી પણ આશા દર્શાવી છે કે પાકિસ્તાન બન્ને નાગરિકને લઈ ખોટા પ્રચારનો શિકાર ન બનાવે. અત્રે ઉલ્લેખનીય છે કે તેલંગાના અને મધ્યપ્રદેશ સ્થિત પ્રશાંત વૈનધમ અને ધારી લાલની બહાવલપુરમાં ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસે એવો આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિ આચરવા માટે આ વ્યક્તિઓને મોકલવામાં આવ્યા હતા.

કોઈ નુકસાન વગર પરત કરવામાં આવે

વિદેશ મંત્રાલયે ગુરુવારે એક નિવેદન જારી કરી કહ્યું હતું કે અમને આશા છે કે બન્ને વ્યક્તિને પાકિસ્તાન તેના દુષ્પ્રચારનો ભોગ નહીં બનાવે. પાકિસ્તાને બન્ને વ્યક્તિને કોઈ પણ નુકસાન વગર ભારતને પરત કરવા જોઈએ.

રાજદ્વારી ઉપલબ્ધ કરાવે

મંત્રાલયે કહ્યું હતું કે ભારતે પાકિસ્તાન સમક્ષ માંગ કરી છે કે બન્ને નાગરિકો-પ્રશાંત વૈનધમ અને ધારી લાલને રાજદ્વારી ઉપલબ્ધ કરાવવામાં આવે, બીજીબાજુ હૈદરાબાદના રહેવાસી પ્રશાંતના પિતા બાબુરાવે દાવો કર્યો છે કે તેમનો દિકરો બે વર્ષથી લાપતા હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે તે વ્યવસાયિક રીતે એન્જીનિયર છે. તેમણે મધુપુર પોલીસ સ્ટેશનમાં તેમનો દિકરો ગુમ થયો હોવા અંગે ફરિયાદ પણ નોંધાવી હતી. બાબુરામને આશ્ચર્ય છે કે તેમનો દિકરો પાકિસ્તાન કેવી રીતે પહોંચી ગયો. બીજીબાજુ સ્થાનિક જીઓ ન્યુઝના સમાચાર પ્રમાણે ભારતીય નાગરિકોની ઓળખ મધ્યપ્રદેશના નિવાસી પ્રશાંત અને તેલંગાનાના રહેવાસી ધારીલાલ તરીકે કરવામાં આવી છે.બન્નેની સલામતી માટે ભારતમાં લોકો દુઆ કરી રહ્યા છે, કારણ કે ઓગસ્ટમાં ડેરા ગાજી ખાન શહેરમાં પોલીસે એક ભારતીય નાગરિકને જાસૂસ તરીકે ધરપક કરી જાસૂસી સંસ્થાને સોંપી દીધો હતો.

X
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારવિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમાર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી