આગમન / ભારત અને ઓસ્ટ્રલિયાની ટીમ રાજકોટ આવી પહોંચી, કેપ્ટન કોહલી માટે સયાજી હોટલમાં આખો ફ્લોર બુક કરાયો

રાજકોટ એરપોર્ટ પર બંને ટીમોનું આગમન
સયાજી હોટલમાં ખેલાડીઓના પોસ્ટર લગાડવામાં આવ્યા
સયાજી હોટલમાં ખેલાડીઓના પોસ્ટર લગાડવામાં આવ્યા
India and australia cricket team come in rajkot
India and australia cricket team come in rajkot
India and australia cricket team come in rajkot

  • આવતીકાલે બંને ટીમ ખંઢેરી સ્ટેડિયમમાં નેટ પ્રક્ટિસ કરશે

Divyabhaskar.com

Jan 16, 2020, 11:36 PM IST

રાજકોટ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખંઢેરી સ્ટેડિયમ ખાતે 17 જાન્યુઆરીએ બીજી વન ડે મેચ રમાનાર છે. આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. બાદમાં બાય રોડ બસમાં બંને ટીમો હોટલ પહોંચી હતી. હોટલ ખાતે ફૂલના હાર પહેરાવી બંને ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

હોટલ બહાર ચાહકોની ભીડ જામી

ભારતની ટીમ સયાજી હોટલ અને ઓસ્ટ્રેલિયાની ટીમ ઇમ્પિરીયલ પેલેસ હોટલ ખાતે રોકાઇ છે. ખેલાડીઓને જોવા માટે હોટલબહાર ચાહકોની ભારે ભીડ જામી હતી. આવતીકાલે બંને ટીમ ખંઢેરી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરશે અને બાદમાં પ્રેસ કોન્ફરન્સ કરશે.

સયાજી હોટલને રાજસ્થાની થીમ પર શણગારાઇ

સયાજી હોટલને રાજસ્થાની થીમ પર શણગારવામાં આવી છે. ભારતીય ખેલાડીઓ માટે ખાસ કોમ્પેક ફોન, બ્લુટુથ સ્પીકર, લાઈવ મ્યુઝિક સહિતની સુવિધાઓ આપવામાં આવી છે. તમામ ખેલાડીઓને હોટેલના સુવિધાસભર રૂમ આપવામાં આવ્યા છે.હોટેલમાં હેરિટેજ જે મુજબ જૂના જમાનાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. ક્રિકેટ કિંગ વિરાટ કોહલી માટે સયાજી હોટલમાં ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કોહલી માટે એક આખો ફ્લોર બુક કરવામાં આવ્યો છે. જેમાં આબેહૂબ રાજસ્થાની લુક આપવામાં આવ્યો છે. ભારતીય ટીમ માટે જિમ, સ્વિમિંગ પૂલ સહિતની સગવડ કરવામાં આવી છે. તો સાથે જ શહેરના કાલાવડ રોડ ઉપર ભારતીય ટીમના ખેલાડીઓના ખાસ પોસ્ટર પણ લગાવી દેવામાં આવ્યા છે. હોટેલ સયાજીમાં ખેલાડીઓને સૌથી અલગ વાનગીઓ આપવામાં આવશે. ઇન્દોર સહિતનાં 10 શહેરોમાંથી રસોયા બોલાવવામાં આવ્યા છે. સાથોસાથ ઓસ્ટ્રેલિયા માટે પણ ખાસ ગુજરાતી અને કાઠિયાવાડી વાનગીઓ તૈયાર કરવામાં આવશે.

(તસવીરો: પ્રકાશ રાવરાણી, રાજકોટ)

X
સયાજી હોટલમાં ખેલાડીઓના પોસ્ટર લગાડવામાં આવ્યાસયાજી હોટલમાં ખેલાડીઓના પોસ્ટર લગાડવામાં આવ્યા
India and australia cricket team come in rajkot
India and australia cricket team come in rajkot
India and australia cricket team come in rajkot

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી