પાકિસ્તાન / આઝાદી કૂચ કરાચીથી ઈસ્લામાબાદ પહોંચી, 2 લાખ લોકો જોડાયાં

આઝાદી કૂચમાં લાખોની જનમેદની ઉમટી
આઝાદી કૂચમાં લાખોની જનમેદની ઉમટી

  • 4 મુખ્ય વિપક્ષી દળના નેતા પણ આઝાદી રેલીમાં જોડાયા, પાક. પીએમ ઈમરાન ખાનના રાજીનામાની માગ કરી
  • મૌલવી ફઝલુર રહેમાનના નેતૃત્વમાં દેખાવકારોએ નેશનલ હાઈવે પર શુક્રવારની નમાજ પઢી
  • રાજધાની સહિત તમામ સંવેદનશીલ સ્થળોએ સેના તહેનાત, હાઈવેની ઘેરાબંદી 

Divyabhaskar.com

Nov 01, 2019, 11:59 PM IST
ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં આઝાદી કૂચ શુક્રવારે રાજધાની ઈસ્લામાબાદ પહોંચી ગઈ. જમિયત-ઉલેમા-એ-ઈસ્લામ ફઝલના મુખ્ય મૌલવી ફઝલુર રહેમાનના નેતૃત્વમાં દેખાવકારોએ નેશનલ હાઇવે પર શુક્રવારે નમાજ અદા કરી હતી. તેના પછી ફઝલુરે ઈમરાન સરકારના વિરોધમાં એક રેલી યોજી. તેમાં પીપીપીના ચેરમેન બિલાવલ ભુટ્ટો, પીએમએલ-એનના અધ્યક્ષ શાહબાઝ શરીફ સહિત તમામ મુખ્ય વિપક્ષી દળના નેતાઓએ ભાગ લીધો હતો. આઝાદી કૂચમાં બે લાખથી વધુ લોકો જોડાયા હતા. ફઝલુર રહેમાને 27 ઓક્ટોબરથી સિંધ પ્રાંતના કરાચીથી આઝાદી માર્ચની શરૂઆત કરી હતી. દેખાવકારો ઈમરાન ખાન પર 2018ની સામાન્ય ચૂંટણીમાં ગરબડનો આરોપ મૂકતાં તેમના રાજીનામાની માગ કરી રહ્યા છે. તેને પાકિસ્તાનના અત્યાર સુધીના સૌથી મોટા સરકારવિરોધી દેખાવો મનાઈ રહ્યા છે. જ્યારે ઈમરાન સરકારે સંવેદનશીલ સ્થળોએ સેના તહેનાત કરી હતી.
બિલાવલે કહ્યું - ઈમરાને સમજવું જોઈએ કે પદ છોડવાનો સમય આવી ગયો
બિલાવલ ભુટ્ટોએ રેલીમાં લોકોને કહ્યું કે અમે કોઈ પણ પસંદગીકાર કે તાનાશાહ સામે નમવા તૈયાર નથી. સત્તાનું કેન્દ્ર પ્રજા છે, સરકાર નહીં. ઈમરાન કઠપૂતળી છે. અમે એ જણાવવા અહીં એકઠા થયા છીએ કે તેમનો પદ છોડવાનો સમય આવી ગયો છે.
શાહબાઝ શરીફે કહ્યું - આ નકલી સરકારથી મુક્તિ મેળવવાનો યોગ્ય સમય છે
શાહબાઝ શરીફે કહ્યું કે આ એ સમય આવી ગયો છે જ્યારે આપણને આ નકલી સરકારથી મુક્તિ મળે. અમે રેલીમાંથી ત્યાં સુધી નહીં હટીએ જ્યાં સુધી ઈમરાન રાજીનામું નહીં આપે. જ્યારે ઈમરાન ખાને કહ્યું કે ઈસ્લામના નામે આ નેતા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
X
આઝાદી કૂચમાં લાખોની જનમેદની ઉમટીઆઝાદી કૂચમાં લાખોની જનમેદની ઉમટી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી