તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:કોરોનાના દર્દીઓની સંખ્યા વધતાં રાજ્યમાં ફરી લોકડાઉનના સંકેત

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી બે- ત્રણ દિવસમાં પરિસ્થિતિનો કયાસ મેળવીને નિર્ણયઃ અજિત પવાર

રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી ફરી એક વાર લોકડાઉનનો નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે. આ વિશે ઉપ મુખ્ય મંત્રી અજિત પવારે મહત્ત્વપૂર્ણ વિધાન રવિવારે કર્યું છે. આગામી બે – ત્રણ દિવસમાં પરિસ્થિતિની સમીક્ષા કરીને નિર્ણય લેવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું. સંબંધિત વિભાગો સાથે ચર્ચા ચાલુ છે. ઉત્સવના સમયગાળામાં અનેક ઠેકાણે જબરદસ્ત ગિરદી જોવા મળી હતી તે તરફ પણ તેમણે ધ્યાન દોર્યું હતું.

અમે આગામી બે- ત્રણ દિવસમાં પરિસ્થિતિનો કયાસ મેળવીશું. આ પછી લોકડાઉન કરવું કે નહીં તે વિશે નિર્ણય લઈશું, એમ અજિત પવારે જણાવ્યું હતું. દિવાળીના દિવસોમાં અનેક ઠેકાણે ભારે ગિરદી જોવા મળી હતી. કોરોના આ ગિરદીમાં ચગદાઈને આપોઆપ મરી જશે કે કેમ એવી પરિસ્થિતિ હતી. કોરોનાની બીજી લહેર આવશે એવું હવે કહેવામાં આવી રહ્યું છે. સરકારે અનેક જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

દિવાળીમાં ભારે ગિરદી માટે પુણેના એક વિસ્તારમાં થયેલી ભીડ વિશે તેમણે દાખલો આપ્યો હતો. એક વિસ્તારમાં લોકોની એટલી ભીડ હતી કે એવું લાગતું હતું કે કોરોના ભીડમાં ચગદાઈ જશે એવું લોકો માનતા હશે એમ લાગતું હતું, એમ ટીખળ કરતાં પવારે જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો