તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:રાજ્યમાં ડિસ્ચાર્જ કરતાં નવા દર્દીઓની સંખ્યામાં વધારો

મુંબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મરણાંક નિયંત્રણમાં પરંતુ મુંબઈની સ્થિતિ ફરીથી બગડી રહી છે

છેલ્લા પાંચ મહિનામાં મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારણા થઈ રહી હતી ત્યાં દિવાળી આવતાં વધુ છૂટછાટો મળવાને લીધે લોકોએ ઠેર ઠેર મોટી સંખ્યામાં ગિરદી કરતાં કેસમાં ફરીથી વધારો થવા લાગ્યો છે. રવિવારે સવારે 8.30 સુધી છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 5753 નવા કેસ દાખલ થયા હતા, જેની સામે 4060 દર્દી સાજા થતાં ઘરે જવા માટે રજા અપાઈ હતી.

નવા કેસ દાખલ થવાનું પ્રમાણ સાજા થઈને ઘરે જતા દર્દીઓની સંખ્યા કરતાં ઓછું હતું, પરંતુ દિવાળી દરમિયાન હવે સ્થિતિ ફરીથી પલટાઈ છે. રાજ્યમાં રિકવરી રેટ 92.75 ટકા છે. આજ સુધી 16,51,064 દર્દી સાજા થતાં રજા આપવામાં આવી છે. આ સમયગાળામાં 50 દર્દીનાં મોત થયાં છે, જે પ્રમાણ રાજ્યમાં 2.62 ટકા છે. આજ સુધી 1,02,13,026 લેબોરેટરી સેમ્પલમાંથી 17,80,208 પોઝિટિવ (17.43 ટકા) આવ્યા છે. હાલમાં 5,15,976 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે, જ્યારે 5615 સંસ્થાત્મક ક્વોરન્ટાઈનમાંછે.

મુંબઈમાં આજ સુધી મૃત્યુ વધુ થયાં છે, પરંતુ એક્ટિવ કેસની બાબતમાં પુણે અને થાણે આગળ નીકળી ગયા છે. મુંબઈમાં આજ સુધી 10,675 દર્દીનાં મોત થયાં છે, જ્યારે 12,448 એક્ટિવ દર્દી છે. થાણેમાં 5435નાં મોત થયાં છે, જ્યારે 14,741 એક્ટિવ દર્દી છે, જ્યારે પુણેમાં 7289નાં મોત થયાં છે, જ્યારે 17,209 એક્ટિવ દર્દી છે.

રાજ્યમાં અન્યત્ર સ્થિતિ આ ત્રણ શહેર કરતાં સારી છે, પરંતુ દર્દીઓની સંખ્યા દિવાળી પછી વધવા લાગી છે. તેમાં રાયગઢ, સાતારા, સોલાપુર, નાશિક, અહમદનગર, નાગપુર, ચંદ્રપુરમાં સ્થિતિ વધુ ખરાબ છે. મુંબઈમાં કેસ ચિંતાજનક : મુંબઈમાં દિવાળીના પ્રથમ દિવસે 400 કેસ સુધી સંખ્યા નીચે આવી હતી, જે પછી સતત વધી રહી છે અને છેલ્લા 24 કલાકમાં તે 1135 થઈ છે, જ્યારે 19નાં મોત થયાં છે. પુણે સર્કલમાં 1299 કેસ નોંધાયા હતા, જ્યારે 16નાં મોત થયાં હતાં, નાગપુર સર્કલમાં 1052 કેસ નોંધાયા છે, જ્યારે 12નાં મોત થયાં છે.રાજ્યમાં આજ સુધી 46,623 દર્દીનાં મોત થયાં છે, જ્યારે 1009 અન્ય કારણોસર મૃત્યુ પામ્યા છે. એક્ટિવ દર્દીની સંખ્યા 81512 છે.

મુંબઈમાં 618ને ડિસ્ચાર્જ : દરમિયાન મુંબઈમાં 1135 નવા કેસ દાખલ થયા તેની સામે 618 દર્દી સાજા થઈને ઘરે ગયા છે. મુંબઈમાં રિકવરી રેટ 92 ટકા છે. 15થી 21 નવેમ્બરમાં એકંદર વૃદ્ધિ દર 0.27 ટકા પર આવ્યો છે. ડબલિંગ રેટ 258 દિવસનો છે. 365 એક્ટિવ કન્ટેનમેન્ટ ઝોનમાં 365 વિસ્તાર છે. 4168 ઈમારતો સીલ કરાઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો