તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રજૂઆત:શિવ આરાધના સોસાયટીને ભુજ નગરપાલિકામાં સમાવો

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રહેવાસીઓએ ભુજના પ્રાંત અધિકારીને કરી રજૂઆત

ભુજના એરપોર્ટ રોડ પર નવ વિકસિત શિવ આરાધના સોસાયટીને નગરપાલિકામાં સમાવવા માટે ભુજના પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરાઇ હતી.શહેરના એરપોર્ટ રોડ પર આવેલી શિવ આરાધના સોસાયટીનો નગરપાલિકાની હદમાં સમાવેશ થતો નથી, પરિણામે આ વિસ્તારમાં ગટરલાઈન, રોડ, રોડલાઈટ સહિતની પાયાની સુવિધાઓનો અભાવ છે. સમગ્ર સોસાયટી ભુજ સીમ વિસ્તારમાં આવતી હોવાથી બાંધકામ સહિતની મંજૂરીઓ બાબતે તાલુકા પંચાયતના ધક્કા ખાવા પડે છે. નવ વિકસિત આ વિસ્તારમાં હાલ અંદાજે ૩૦૦ની આસપાસ રહેણાકના મકાન આવેલા છે, પરંતુ સોસાયટીમાં ગટરલાઈનની સુવિધા નથી. લોકોએ બનાવેલા ખાર કૂવા અવાર- નવાર ભરાઈ જતાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો રોડની સુવિધા પણ આ વિસ્તારમાં નથી. વરસાદને કારણે ઠેર- ઠેર પાણી ભરાવાને કારણે ખાડા પડી ગયા છે. ઉબડ-ખાબડ કાચા માર્ગો હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. તો કેટલીક શેરીઓમાં રોડ લાઈટની સુવિધા પણ નથી. ત્યારે જો આ વિસ્તાર નગરપાલિકામાં સમાવવામાં આવે તો પાયાની સુવિધાઓ મળી શકે તેમ છે. આ અંગે અગાઉ પણ બે વખત નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા સોસાયટીના પ્રમુખ અજિત બારોટ, મંત્રી સુધીર ખત્રી, ખજાનચી બ્રિજેશ પટેલ, સહમંત્રી જગદીશ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભગીરથસિંહ સહિતના આગેવાનોએ ભુજના પ્રાંત અધિકારી અને મદદનીશ કલેક્ટર મનીષ ગુરવાનીને રજૂઆત કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો