સાવધાની / 14-40 વર્ષની ઉંમરમાં મલ્ટિપલ સ્ક્લેરોસિસના કારણે મહિલાઓમાં ઓવરીની અંદર ટ્યૂમર થાય છે  

In women aged 14-40, multiple sclerosis causes tumors inside the ovary

  •  મગજમાં નુકસાન થવાથી વ્યક્તિને સતત હુમલા આવે, બેભાન થઈ જાય અને તાવ આવે છે
  • એમઆરઆઈ સહિત મગજની અન્ય તપાસ કરાવવા પર તે સામાન્ય લાગે છે અને આ બીમારીની શક્યતા વધી જાય છે
  • મનોચિકિત્સકને બદલે ન્યૂલોરોજિસ્ટ પાસે સારવાર લેવી જોઈએ

Divyabhaskar.com

Nov 23, 2019, 11:35 AM IST

દિવ્યશ્રી ડેસ્ક. કોઈ વ્યક્તિને સતત હુમલા (દોરા) આવી રહ્યા હોય, વ્યવહારમાં પરિવર્તન આ‌વી ગયું હોય, જોરજોરથી બોલવાનું શરૂ કરી દીધું હોય. આ લક્ષણોને આધારે હંમેશાં લોકો મનોચિકિત્સક પાસે જઈને સારવાર કરાવવાનું શરૂ કરી દે છે, પણ વધારે લાંબો સમય સુધી આ સારવાર લેવી તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. મગજમાં સોજો અને ઈન્ફેક્શનને કારણે પણ આવું થઈ શકે છે.

ઘણીવાર મગજનું પ્રોટિન તેના વિરુદ્ધ કામ કરવાનું શરૂ કરી દે છે. તેનાથી મગજને નુકસાન થવાનું શરૂ થઈ જાય છે. મગજમાં નુકસાન થવાથી વ્યક્તિને સતત હુમલા આવે, બેભાન થઈ જાય અને તાવ આવે છે. તેમનો વ્યવહાર પણ બદલાઈ જાય છે. શરીરના કોઈ પણ અંગમાં તેમને અસામાન્ય હરકત અનુભવાય છે અને ગમે ત્યારે તે બેભાન થઈ શકે છે. એમઆરઆઈ સહિત મગજની અન્ય તપાસ કરાવવા પર તે સામાન્ય લાગે છે અને આ બીમારીની શક્યતા વધી જાય છે. એવામાં મનોચિકિત્સકને બદલે ન્યૂલોરોજિસ્ટ પાસે સારવાર લેવી જોઈએ. આ ઓટો-ઈમ્યુન ઈન્સેફેલાઈટિસ બીમારી છે. તેમાં મગજમાં ઈન્ફેક્શન થવાથી સોજો આવે છે.

એક વર્ષથી લઈને 80 વર્ષની ઉંમર સુધી આ સમસ્યા થઈ શકે છે
આ બીમારી એક મહિનાથી લઈને 80 વર્ષની ઉંમર સુધીના લોકોને થઈ શકે છે. અન્ય ઈન્સેફેલાઈટિસની સારવાર નથી . જો 14-40 વર્ષની ઉંમરમાં મહિલાઓમાં આ બીમારીના લક્ષણો આવવાના શરૂ થઈ ગયા હોય તો ઓવરીની અંદર ટ્યૂમરમાં રહેલું પ્રોટીન મગજ વિરુદ્ધ લડીને આ બીમારી પેદા કરી શકે છે. આ જ રીતે પુરુષોમાં આવું થવા પર ટેસ્ટિસના ટ્યૂમરની તપાસ કરાવવી જોઈએ. તેની સાથે જ શરીરના અન્ય અંગોમાં ટ્યૂમર છેકે નહીં તેની તપાસ પણ કરાવવી જોઈએ. આ રિસ્ક ફેક્ટર સિવાય ઘણીવાર મગજનું સંતુલન બગડવાની સાથે થાઈરોઈડમાં સોજો તથા ઝટકા આવવા જેવું અનુભવાય છે. આનો સંબંધ ક્યાંક ને ક્યાંક મગજ સાથે છે. આ સિવાય ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર મલ્ટિપલ સ્ક્લેરોસિસ પણ આ બીમારીને કારણે થઈ શકે છે.

આ બીમારી ઘણાં પ્રકારના કેન્સરનો સંકેત હોઈ શકે છે
આ બીમારી અનેક પ્રકારના આંતરિક કેન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે. જેમાંથી મહિલાઓમાં ઓવેરિયન ટેરોટોમા એક છે. કેટલાંક બ્લડ ટેસ્ટ્સથી આ બીમારી ડાયગ્નોસ કરી શકાય છે. તેમાં એમઆરઆઈ, સીટી સ્કેન, સીએસએફ જેવી પાણીની તપાસ સામાન્ય હોઈ શકે છે. તેને ડાયગ્નોસ કરવા માટે કેટલાંક વિશેષ બ્લડ ટેસ્ટ કરાવવામાં આવે છે. તેમાં ખાસ કરીને એનએમડીએ અને સીએએસપીઆર જેવા ટેસ્ટ મુખ્ય છે. આ બીમારી ફેફસાં, આંતરડા અને બ્રેસ્ટ કેન્સરથી પણ શરૂ થઈ શકે છે. જે પેશન્ટ્સમાં આંતરિક કેન્સર ડાયગ્નોસ થાય છે તેમનામાં આ ઈન્સેફેલાઈટિસ કેન્સરનું એક લક્ષણ હોઈ શકે છે. કેન્સરની સારવાર કરવાથી ઈન્સેફેલાઈટિસ ઠીક થઈ જાય છે.

ચાર મહિના પછી હર્પીઝ ફરીથી થાય તો ઈન્સેફેલાઈટિસ થઈ શકે છે
કેટલાંક લોકોમાં હર્પીઝની બીમારી ઈન્સેફેલાઈટિસનું કારણ બની શકે છે. આ બીમારી ઠીક થયા પછી પણ ઘણીવાર ચાર અઠવાડિયામાં ફરીથી તેના લક્ષણો દેખાવાના શરૂ થઈ જાય છે. આ એક પ્રકારે મગજનો વાયરસ જ છે. મગજમાં એક રિસેપ્ટર એક્ટિવ થવાથી આ બીમારી થઈ શકે છે.

ઈન્સેફેલાઈટિસથી બચવાની કોઈ
આ બીમારીથી બચવાની કોઈ રીત નથી. આ બીમારી થાય તો તપાસ જરૂર કરાવો. સાથે જ એ પણ તપાસ કરાવો કે શરીરમાં ક્યાંય ટ્યૂમર છે કે નહીં. સંપૂર્ણ તપાસ કરાવો. સારવારમાં ઈન્ટ્રાવેનિસ ગ્લુબિન, ઈન્ટ્રાવેનિસ સ્ટીરોઈડ થેરાપીથી સંપૂર્ણ સારવાર શક્ય છે. જે પેશન્ટ્સને આ થેરાપીથી રાહત ન મળી રહી હોય તેમણે કેટલીક વિશેષ પ્રકારની ડ્રગ આપીને ટ્રીટ કરવામાં આવે છે.

X
In women aged 14-40, multiple sclerosis causes tumors inside the ovary

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી