તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વિદ્યાનગર શહેરમાં જુગાર રમતા સાત શખ્સ ઝડપાયા, 23 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિદ્યાનગરના હરિઓમ નગરમાંથી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સાત શખ્સોને રૂપિયા 23 હજારના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. વિદ્યાનગર પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વિદ્યાનગર હરીઓમ નગરમાં રહેતો વિજય રમેશભાઈ માછી બહારથી કેટલાક માણસો બોલાવી પોતાના છાપરાની પાછળ આવેલી ગલીમાં ઈલેકટ્રીક લાઇટના અજવાળે ખુલ્લી જગ્યામાં જાહેરમાં પત્તા પાનાથી જુગાર રમાડી રહ્યો હોવાની ચોક્કસ બાતમી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી હતી. જેને પગલે પોલીસે દરોડો પાડતાં વિજય રમેશ માછી, અનુરાગ ગુપ્તા (રહે. લાંભવેલ), દેવલ રોહિત શાહ (રહે. નડિયાદ), દેવચંદ કેશા નાઈ, મહેશ દિનેશ પરમાર (રહે. વડતાલ), પરેશ માછી (રહે. વિદ્યાનગર) અને દીપક રાણાને ઝડપી પાડ્યા હતા. પોલીસે દાવ પર અને અંગજડતીમાંથી કુલ રૂપિયા 23 હજારનો મુદૃામાલ કબ્જે કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો