તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:બે મહિનામાં 8 હુમલા કરનાર દીપડાને પકડવા પાંજરા મુક્યાં

ગોધરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘોઘંબામાં 4 પાંજરા મુક્યા પણ દીપડો પુરાતો નથી
  • મારણ પાંજરામા મુકવા છતાં દીપડો બહાર ફરી રહ્યો છે

ઘોઘંબાના માલુ, વાવકુવા ગોયાસુડલ સહિતના ગામોમાં આદમખોર દિપડો લોહી ચાખી ગયો હોય તેમ વારવાર હુમલા કરીને ભાગી જાય છે. આદમખોર દિપડાઓ બકરા, ગધેડા સહિત અન્ય પ્રાણીઓને પણ મારી નાખ્યા છે. દિપડાએ બાળકો પણ હુમલા કરીને ઇજાગ્રસ્ત કર્યા છે. આદમખોર દીપડાને પકડવા વન વિભાગે કમર કસી છે. વનવિભાગને જયા પણ દીપડો દેખાયાની માહીતી મળે છે ત્યાં પાંજરા મુકે છે. પણ દીપડો પાંજરામાં પુરાતો નથી. બે માસથી હુમલાઓ કરતો દિપડાને પકડવા હાલ પણ 4 સ્થળોઓ પાંજરા મુકયા છે. છતાં ન પકડાતાં પાંજરામાં મારણ રાખે છે. ગ્રામજનોના જણાવ્યાનુસાર દિપડો જંગલના પ્રાણીઓ જોડે રહેતો નથી. એકાંતમાં ફરે અને હુમલાે કરીને દિપડો જંગલમાં ભાગવાના બદલે તુવરે કે મકાઇના ખેતરમાં સંતાઇ જાય છે. જેથી દિપડો પકડાતો નથી. અત્યાર સુધી 8 હુમલા કરનાર દિપડો અઠવાડીયા પહેલા મકાનના ધાબા પર બેઠો હોવાના સમાચાર વન વીભાગને મળતાં પકડવા પાંજરા મુકયા હતા પણ ત્યાંથી દિપડો જતો રહ્યો હતો. આદમખોર દિપડો હાલ તાલુકામા ફરી રહ્યો છે. વન વીભાગની એકસ્પર્ટ ટીમ આવીને આદમખોર દીપડાને પકડે નહી તો લોહી ચાખેલ દીપડો ગ્રામજનો કે મુંગા પ્રાણીનો ભોગ લેતો રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો