તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:શિનોર તાલુકામાં બે દિવસમાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા

શિનોર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

શિનોર તાલુકામાં કોરોનાનો સંક્રમણ વધવા લાગ્યું છે. તાલુકામાં દિવાળીના પર્વમાં અને વેકેશનમાં લોકોની અવર જવર વધતા અને બજારોમાં ભીડ થવાથી કોરોનાનું સંક્રમણમાં વધારો થવા પામેલ છે. શિનોર તાલુકામાં ગઈકાલે કુલ નવા છ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અવાખલ ગામમાં એક પરિવારના ત્રણ વ્યક્તિઓને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. જેઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવેલ છે. જ્યારે મીઢોળ ગામમાં બે મહિલાઓને કોરોના પોઝિટિવ આવતા તેઓને હોમ ક્વોરન્ટાઈન કરેલ છે અને શિનોર ગામના એક પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને કોવિડ સેન્ટરમાં સારવાર અર્થે લઇ ગયેલ છે. રવિવારે કોરોનાના કુલ 90 સેમ્પલ લેવાયા હતા.

જેમાંથી મીઢોળ ગામના એક પુરુષ અને એક મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવેલ છે. શિનોર તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા રવિવારે પણ સેમ્પલ લેવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. આમ જનતા સોશિયલ ડિસેટન્સ, માસ પહેરે અને બજારોમાં ભીડ ન કરે તેવી તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ગોહિલે અપી છે. જેઓને શરદી-ખાંસી અને તાવના લક્ષણો જણાય તો તાત્કાલીક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચેકઅપ માટે આવી જવું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો