તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બજાર:રાજાની રાહમાં મુખ્ય માર્કેટ,શહેરમાં વધારે મોલ અને સિમીત ગ્રાહકોથી વેપાર વિભાજીત થતાં માર્કેટ તુટી પડ્યાનો સૂર ગ્રાહક

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધંધો ન હોવાના કારણે તાજેતરમાં વેપારીએ દુકાનમાંજ અંતિમ પગલું ભર્યું હતું, ઓનલાઈન માર્કેટએ પણ મોટું નુકશાન કર્યું હોવાનો દાવો : કોરોના કાળ બન્યો પડ્યા પર પાટુ

ગાંધીધામની મુખ્ય બજારમાં છેલ્લા કેટલાક સમયથી ધંધો ન થતો હોવાનું અને તેમાંય કોરોના કાળ પછી સ્થિતિ બજારને સાનુકૂળ ન હોવાની રાવ તીવ્ર બનવા પામી છે. 2020ની શરૂઆતથીજ આ મારને સહન કરી રહેલા નાના મોટા વેપારીઓ હવે તહેવારોની સીઝન શરૂ થતા ગ્રાહક રાજાની રાહ જોઇને બેઠા છે.ગાંધીધામના વેપારીઓનું કહેવું છે કે ગાંધીધામમાં ગ્રાહક વર્ગ સીમીત છે અને ટુરીઝમ સ્પોટ ન હોવાના કારણે નવા લોકોનું આવા ગમન પણ વધુ નથી, આવી સ્થિતિમાં જેટલા પ્રમાણમાં લોકો છે, તે અનુસારજ માર્કેટનું નિર્માણ થયું હતું. પરંતુ ગત થોડા વર્ષોમાં મોટા મોલના આગમનના પગલે પરિસ્થિતિઓ બદલાઈ છે. બજારમાં વ્યાપેલો સૂનકાર મોટા મોલ અને ઓનલાઈન ખરીદીના કારણે ઘણા અંશે ફસડાઈ પડ્યા હોવાનો અને તેમાંય કોરોના કાળના કારણે પડ્યા પર પાટુ પડવા જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું વેપારી વર્ગ જણાવી રહ્યો છે. 5 લાખથી ઓછી વસ્તીમાં મોટા મોલ હોવા જ ન જોઈએ

1955થી ગાંધીધામની બજારના ઉતાર ચડાવનો સાક્ષી રહ્યો છે, પણ છેલ્લા કેટલાક મહિનાઓથી જે સ્થિતિ છે, તે ગંભીર છે. મારુ માનવું છે કે 5 લાખથી ઓછી વસ્તી હોય ત્યાં મોલને પરવાનગી આપવીજ ન જોઇએ. બજારમાં સુનકાર છવાયેલો છે. અને શહેરનો પૈસો મોટા ઉધોગો પાસે જઈ રહ્યો છે, શહેરમાં ફરતો નથી. વેપારીઓના આપઘાતના બનાવો પણ તાજેતરમાં બન્યા છે ત્યારે સરકારે આ સ્થિતિ ને આટલી હળવાશથી ન લઈ શકે. તહેવારો શરૂ થવામાં, પણ ઘરાકી હજી નિકળી નથી પહેલાથીજ મારનો સામનો કરતી શહેરની મુખ્ય બજારમાં ઘરાકી ખુબ ઓછી છે. નવરાત્રી, દિવાળી જેવા સૌથી મોટા તહેવારો આવી ચુક્યા છે પણ હજી સુધી તેની કોઇ અસર કે ઘરાકી વધ્યાનો આસાર જોવા મળ્યો નથી. મુખ્ય બજારના પાર્કિંગ, પેવર બ્લૉક જેવા પ્રશ્નો પણ એડ્રેસ થવા જોઇએ અને તુટી રહેલા નાના વેપારીઓને કઈ રીતે ઉગારી શકાય અને ફરી નિશ્ચિત ધંધો મળે તે દિશામાં આગળ વધારી શકાય તે યક્ષપ્રશ્ન છે.આવી જ સ્થિતિ રહી તો નાનો વેપારી વર્ગ ખતરામાં છે એક તો પહેલાથીજ વધતી ઓનલાઈન સેલીંગ અને મોલના કારણે ધંધા ચોપટ હતા, તેમાંય કોરોના કાળના કારણે લોકોની ખરીદ શક્તી ઘણી ઘટી ગઈ છે. લોકો માત્ર ખુબ જરૂરી વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. તેમાંય ઓનલાઈન ક્ષેત્રે આઈટમો જે ભાવમાં મળે છે, તે વેપારીઓના લેન્ડીંગ રેટ કરતા પણ ઓછા છે. જેથી માત્ર ગાંધીધામમાં નહિ, આખા દેશમાં નાના વેપારી વર્ગ માટે ખતરારૂપ સ્થિતિ બની છે. સરકાર અપેક્ષા અનુસાર અંકુશ લાવી શકી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો