તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અર્ધસત્યનો પર્દાફાશ:કોરોનાના બીજા વેવમાં અમદાવાદમાં 12 દિવસમાં 102નાં મોત પણ સરકારી ચોપડે માત્ર 42 દર્શાવાયા

અમદાવાદ2 દિવસ પહેલાલેખક: મૃગાંક પટેલ
  • કૉપી લિંક
મેયર અને ભાજપના નેતાના બજેટમાંથી નવી પાંચ શબવાહિની ખરીદવામાં આવી હતી. જે આગામી બે દિવસમાં સેવામાં જોડાશે અને વેઈટિંગ પિરિયડ ઘટવાની શક્યતા છે.
  • 20 નવેમ્બરે સૌથી વધુ 11 મોત થયા હતા પણ સરકારી ચોપડે ત્રણ જ બતાવાયા
  • મ્યુનિ.ની શબવાહિનીના ફેરાને આધારે મળેલા આંકડા દર્શાવે છે કે, કોરોનાના કેસની સાથે મૃત્યુમાં પણ વધારો થયો
  • શબવાહિની માટે પણ ચાર-ચાર કલાકનું વેઈટિંગ ચાલે છે
  • દિવાળી પછી સિવિલના 60 ડોક્ટર-કર્મીને ચેપ લાગ્યો
  • 12 દિવસમાં અન્ય બીમારીથી પણ 1056 લોકોનાં મૃત્યુ થયાં

કોરોનાનો બીજો વેવ આવ્યા પછી 11 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી અમદાવાદમાં માત્ર કોરોનાથી કુલ 102 દર્દીનાં મૃત્યુ થયા છે. શબવાહિનીમાં લઈ જવામાં આવેલા મૃતદેહના આંકડા પરથી આ માહિતી મળે છે. જો કે, સરકારી ચોપડે આ 12 દિવસમાં કોરોનાથી માત્ર 42 મોત દર્શાવવામાં આવ્યા છે. 14 અને 20 નવેમ્બરે કોરોનાથી સૌથી વધુ 11-11 મોત થયા હતા. પરંતુ આ દિવસે સરકારી ચોપડે માત્ર 2 અને 3 મૃત્યુ દર્શાવવામાં આવ્યા હતા. એ જ રીજે 11, 18 અને 22 નવેમ્બરે કોરોનાથી 10-10 દર્દીનાં મૃત્યુ થયા હતા. પરંતુ સરકારી ચોપડે અનુક્રમે 2, 4 અને 8 દર્દીના મૃત્યુ દર્શાવાયા હતા.

સિવિલના ડોક્ટરો તેમજ કર્મચારી સહિત અંદાજે 60ને કોરોનાનો ચેપ
શબવાહિની માટે હાલ 4 કલાકનું વેઈટિંગ ચાલી રહ્યું છે. કારણ કે શબવાહિની સ્મશાને જાય ત્યારે અંતિમક્રિયા ચાલુ હોવાથી મૃતદેહ ઉતારવા રાહ જોવી પડતી હોય છે. દિવાળી પછી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમજ કર્મચારી સહિત અંદાજે 60ને કોરોનાનો ચેપ લાગ્યો છે. સત્તાવાર આંકડા મુજબ દિવાળીથી આજ સુધી સિવિલ હોસ્પિટલમાં દરરોજ 70થી 100 દર્દીને દાખલ થયા છે.

21મીએ અન્ય બીમારીથી સૌથી વધુ 110 મૃત્યુ થયા

નવેમ્બર 2020કોરોનાથી મોતઅન્ય મોતસરકારી ચોપડે કોરોના મોત
1110992
127853
137823
1411902
158893
167853
177863
1810794
197863
2011953
2171105
2210708
કુલ102105642

પરિવાર સંક્રમિત થાય તો એક જ હોસ્પિટલમાં રખાશે

એક જ પરિવારના સભ્યોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવા બાબતે મ્યુનિ.એ 108ને સૂચના આપી છે અને હવેથી એક જ પરિવારના સભ્ય હોય તો તેમને એક જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.

બે દિવસમાં નવી 5 શબવાહિનીનો ઉમેરો થશે
મેયર અને ભાજપના નેતાના બજેટમાંથી નવી પાંચ શબવાહિની ખરીદવામાં આવી હતી. જે આગામી બે દિવસમાં સેવામાં જોડાશે અને વેઈટિંગ પિરિયડ ઘટવાની શક્યતા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો