• Home
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In the Nirbhaya case, 4 convicts were sentenced to death, 4 accused in Hyderabad encounter, what will happen to 4 accused of Modasa?

અમદાવાદ / નિર્ભયા કેસમાં 4 દોષિતને ફાંસીની સજા, હૈદરાબાદમાં 4 આરોપીનું એન્કાઉન્ટર, મોડાસાના 4 આરોપીનું શું થશે?

In the Nirbhaya case, 4 convicts were sentenced to death, 4 accused in Hyderabad encounter, what will happen to 4 accused of Modasa?

  • દેશના ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ રાજ્યમાં દુષ્કર્મ અને હત્યાની 3 ઘટનાઓ
  • મોડાસામાં યુવતી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં 3 આરોપી ઝડપાયા, એકની શોધખોળ

Divyabhaskar.com

Jan 13, 2020, 03:18 PM IST

અમદાવાદ: 31 ડિસેમ્બરે રાત્રે સાયરાની એક યુવતીની ગુમ થઈ હતી જે 5 જાન્યુઆરીના રોજ ગળેફાંસા ખાધેલી હાલતમાં ઝાડ પર લટકતી મળી આવી હતી. જેની સાથે પહેલા ગેંગરેપ થયો અને ત્યારબાદ આરોપીઓએ તેની હત્યા કરીને લટકાવી દીધી હતી. એવી કેટલીક ઘટનાઓ બને છે જેમાં યુવતી સાથે પહેલા દુષ્કર્મ અને બાદમાં તેની હત્યા કરી દેવામાં આવે છે. જેમાં દિલ્હીની નિર્ભયા અને હૈદરાબાદની મહિલા ડૉક્ટરનો સમાવેશ થાય છે. આ બંને કેસ પર નજર કરીએ તો નિર્ભયા કેસમાં ચાર આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. જ્યારે હૈદરાબાદ મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાકેસમાં 4 આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યા હતા. મોડાસા દુષ્કર્મ કેસમાં આ બંને કેસની જેવી જ પરિસ્થિતિ છે. જેમાં યુવતી સાથે પહેલા બળાત્કાર અને બાદમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ બંને કેસમાં આરોપીઓને મોતની સજા આપવામાં આવી છે. ત્યારે મોડાસા દુષ્કર્મ કેસના ચાર આરોપીઓને શું સજા આપવામાં આવશે તે હવે જોવું રહ્યું.

1. દિલ્હી નિર્ભયા કેસમાં 4 આરોપીઓને ફાંસીની સજા
દિલ્હીની નિર્ભયા કેસમાં 4 આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. 7 વર્ષ પહેલા 16મી ડિસેમ્બરે દેશની રાજધાની દિલ્હીમાં થયેલા એક ગેંગરેપે આખા દેશને શરમમાં ડુબાડ્યો હતો. ચાલતી બસમાં મોડી રાતે એક યુવતી સાથે 6 નરાધમોએ ગેંગરેપ અને અમાનવીય કૃત્ય આર્ચયુ હતું. જેમાંથી 18 વર્ષના કિશોરને બાળ ગૃહમાં મોકલી દેવાયો હતો અને એક આરોપીએ જેલમાં જ આત્મહત્યા કરી લીધી હતી. હવે સરકાર અન્ય ચાર આરોપીઓને ફાંસી આપવા જઈ રહી છે. દેશમાં સતત બની રહેલી ઘટનાઓ બાદ 2012માં હેવાનિયતનો શિકાર બનેલી નિર્ભયાને 2019માં એટલે સાત વર્ષ બાદ ન્યાય મળવા જઈ રહ્યો છે.

શું થયું હતું દિલ્હીની નિર્ભયા સાથે?
16મી ડિસેમ્બરે 2012ની એ રાતે પેરામેડિકલની વિદ્યાર્થીની નિર્ભયા જ્યારે તેના મિત્ર સાથે ફિલ્મ જોઈને બસમાં મુનીરકાથી દ્વારકા જઈ રહી હતી.ત્યારે એ જ ચાલતી બસમાં 6 નરાધમોએ ગેંગરેપ કર્યો હતો. આ ઘટના સમયે આરોપીઓએ નિર્ભયાના મિત્ર સાથે પણ મારઝુડ કરી હતી. ત્યારબાદ નિર્ભયા અને તેના મિત્રને ચાલતી બસમાંથી મહિપાલપુર નામના વિસ્તારમાં બહાર ફેંકી દીધા હતા. આ ઉપરાંત બન્નેને બસ નીચે કચેડીને મારવાનો પ્રયાસ પણ કર્યો હતો.

2. હૈદરાબાદ મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા કેસના 4 આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર મરાયા
હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે રેપ અને પછી હત્યા કરનાર આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધા હતા. જ્યારે દેશ પહેલી ચાની ચૂસકી લેતો હશે ત્યારે પોલીસે સાથે થયેલા એન્કાઉન્ટરમાં ચારેય આરોપીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. જ્યારે આ આરોપીઓમા એન્કાઉન્ટરમાં ઠાર કરાયા હતા ત્યારે સમગ્ર દેશની જનતા હૈદરાબાદની પોલીસનો જયજયકાર કરી હતી. તો બોલિવૂડ સેલેબ્સે પણ આ મામલે પોલીસને અભિનંદન આપ્યા હતા. નોંધનીય છે કે, પોલીસ અને આરોપીઓ વચ્ચે આ અથડામણ ત્યાં જ થઈ હતી જ્યાં આરોપીઓએ દિશાનો રેપ કર્યો હતો.

જ્યારે 4 નરોધમોએ પ્રિયંકા સાથે દુષ્કર્મ કરીને જીવતી સળગાવી દીધી....
તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લાના એક પુલની નીચે 28 નવેમ્બરે એક યુવતીનું સળગેલું શબ મળ્યું. આ યુવતી 27 નવેમ્બર સાંજથી ગુમ યુવતીની ઓળખ 26 વર્ષીય વેટરનરી ડોક્ટર તરીકે થઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં દુષ્કર્મ બાદ હત્યા થઈ હોવાની વાત પ્રકાશમાં આવી છે. ઘટનાના સમયે યુવતી શમ્શાબાદ સ્થિત હોસ્પિટલથી શાદનગરમાં પોતાના ઘરે જઈ રહી હતી. ટ્રક ડ્રાઈવર અને ક્લીનર ટોલ પ્લાઝાની પાસે દારૂ પી રહ્યાં હતા. આ દરમિયાન ટુ-વ્હીલર પંચર થવાને કારણે એકલી ઉભેલી ડોક્ટર પર નજર પડી. પંચર કરાઈ આપવાના બહાને તેને પોતાની સાથે લઈ ગયા. આ તમામ બુધવારના 9.30 વાગ્યાથી ગુરુવારના સવારના 4 વાગ્યા સુધી ડોક્ટર સાથે દુષ્કર્મ કરતા રહ્યાં. બાદમાં ડોક્ટરની હત્યા કરી દીધી. લાશને લગભગ 30 કિમી એક પુલની લીચે લઈ ગયા. પછીથી શબને ચાદરમાં લપેટ્યું અને કેરોસીન છાંટીને આગ લગાવી દીધી. ડોક્ટરની બહેને પોલીસને જણાવ્યું કે તેણે બુધવારે રાતે 9.15 કલાકે અંતિમ વાત કરી હતી. રસ્તામાં બહેનની ટુ-વ્હીલરનું વ્હીલ પંચર થઈ ગયું હતું. ફોન પર વાતચીત દરમિયાન તે ખૂબ જ ગંભરાયેલી હતી. તે કહી રહી હતી કે તેની આસપાસ ઘણા બધા ટ્રકો ઉભા છે અને આસપાસ ઘણાં અપરિચિત લોકો છે.

3. મોડાસાની યુવતી 31 ડિસેમ્બરે ગુમ થઈ અને 5 જાન્યુઆરીએ તેની લાશ ઝાડ પરથી લટકતી મળી આવી
મોડાસા પાસેના સાયરા (અમરાપુરા) ની 20 વર્ષિય યુવતી 31 ડિસેમ્બરે ગુમ થઇ હતી. પાંચ દિવસ બાદ ગુમ થનાર યુવતીનો મૃતદેહ 5 જાન્યુઆરીએ સવારે સાયરા ગામની સીમમાં આવેલા વડના ઝાડ પરથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાના પગલે પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી. યુવતીના પરિજનોએ તેની સાથે સામુહિક દુષ્કર્મ કરી તેની હત્યા થઇ હોવાનો આક્ષેપ કરી લાશનો સ્વીકાર ન કરતાં આઠ કલાકના સમયગાળા સુધી યુવતીની લાશ વૃક્ષ સાથે લટકતી રહી હતી. આ કેસમાં પોલીસે 11 જાન્યુઆરીએ રાત્રે 3 આરોપીની ધરપકડ કરી છે. હજુ એક આરોપી ફરાર છે જેની શોધખોળ ચાલું છે. ઘટનાને 12 દિવસે પણ યુવતીની હત્યા ક્યા સંજોગોમાં કરવામાં આવી તે સામે ન આવતા પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે આ કેસમાં આરોપીઓ સામે ક્યાં પગલા લેવાશે તે સમય બતાવશે.

X
In the Nirbhaya case, 4 convicts were sentenced to death, 4 accused in Hyderabad encounter, what will happen to 4 accused of Modasa?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી