અમદાવાદ / દિવાળી પછીના 7 દિવસમાં 1.86 લાખ લોકોએ કાંકરિયાની મુલાકાત લીધી 

In the next 7 days after Diwali, 1.86 lakh people visited Kankaria

  • જુલાઈમાં ડિસ્કવરી રાઈડ દુર્ઘટના પછી મુલાકાતીઓની સંખ્યા સારી એવી ઘટી ગઈ હતી

Divyabhaskar.com

Nov 06, 2019, 03:30 AM IST
અમદાવાદ: 14 જુલાઈએ કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં ડિસ્કવરી રાઈડ તૂટી પડ્યા પછી બધી રાઈડ બંધ કરી દેવાઈ હતી. આને લીધે કાંકરિયા આવતાં લોકોની સંખ્યા સારી એવી ઘટી ગઈ હતી. જો કે, દિવાળી દરમિયાન 1.86 લાખથી વધુ લોકોએ કાંકરિયાની મુલાકાત લીધી હતી. ભાઈબીજ અને ત્રીજા દિવસે 34-34 હજાર અને જ્યારે ચોથના દિવસે 31 હજાર લોકો કાંકરિયાની મુલાકાતે આવ્યા હતા. દિવાળીથી સાતમ સુધીમાં કાંકરિયા લેકફ્રન્ટને 70 લાખની આવક થઈ હતી. સામાન્ય દિવસમાં કે રવિવારની રજામાં 5થી6 હજાર લોકો કાંકરિયા આવતા હોય છે. પરંતુ દિવાળી દરમિયાન 5 ગણો વધારો નોંધાયો હતો.
X
In the next 7 days after Diwali, 1.86 lakh people visited Kankaria
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી