અમદાવાદ / ‘નીટ’ની પરીક્ષામાં 180માંથી માત્ર 29 પ્રશ્ન મુશ્કેલ લાગતા વિદ્યાર્થીઓને રાહત

In the 'NEET' exam, only 29 questions out of 180 were relieved for the difficult students

  • શહેરમાં 10 હજાર સહિત રાજ્યમાં 75 હજારે પરીક્ષા આપી

DivyaBhaskar.com

May 06, 2019, 12:22 AM IST

અમદાવાદ: મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે રવિવારે લેવાયેલી નીટની પરીક્ષામાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના 180 પ્રશ્નોમાંથી માત્ર 29 પ્રશ્ન વિદ્યાર્થીઓને મુશ્કેલ લાગ્યા હતા. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં 75000 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.

અમદાવાદમાં એલ ડી એન્જિનિયરિંગ, લોટસ સ્કૂલ, અદાણી વિદ્યામંદિર, ઝાયડસ સ્કૂલ, સિલ્વર ઓક કોલેજ, ન્યુ ટ્યૂલિપ સ્કૂલ, સીએન વિદ્યાલય, અમૃતા વિદ્યાલય, પોદ્દાર ઈન્ટરનેશનલ સ્કૂલ સહિતની નવથી વધુ સ્કૂલોમાં પરીક્ષા યોજાઈ હતી.

આ વર્ષે કટ ઓફ માર્ક 397ની આસપાસ રહેવા વકી

11 હજાર વિદ્યાર્થી વધ્યા

કરિયર કાઉન્સેલર ડો. ઉમેશ ગુર્જરે કહ્યું, વિદ્યાર્થીઓની સંખ્યા ગત વર્ષના 64,000ની તુલનાએ આ વર્ષે 75,000 છે. મેડિકલમાં પ્રવેશ માટેનુ લાસ્ટ કટ ઓફ ગત વર્ષે 380નું હતું, આ વર્ષે કટ ઓફ માર્કસ 397 આસપાસ રહેશે.

પરિણામ મેના અંતમાં કે જૂનમાં

યુજી નીટનુ પરિણામ મે મહિનાના અંતમાં અથવા તો જૂન મહીનાના પ્રથમ સપ્તાહમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

151 પ્રશ્નોમાં ખાસ મુશ્કેલી ન દેખાઈ

કોચિંગ નિષ્ણાત ડો. મુકેશકુમાર ઉપાધ્યાયે કહ્યું, ફિઝિક્સ,કેમિસ્ટ્રી,મેથ્સ 180માંથી 151 પ્રશ્નો ઈઝી, પૂછાતા વિદ્યાર્થીઓના ખુશ છે. ફિઝિક્સમાં ઈલેક્ટ્રિસિટી, ડાયનેમિક્સ, મોર્ડન ફિઝિક્સના પ્રશ્નો સરળ હતા.

X
In the 'NEET' exam, only 29 questions out of 180 were relieved for the difficult students

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી