તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • In The Midst Of Bihar Assembly Elections, Congress MP Shashi Tharoor Said, "Pakistan's Corona Management Is Better Than India's."

નેતાઓના બફાટથી કોંગ્રેસ ફસાઈ:બિહાર વિધાનસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસ સાંસદ શશી થરૂરે કહ્યું- પાકિસ્તાનનું કોરોના મેનેજમેન્ટ ભારત કરતા સારું

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
થરૂરે લાહોર લિટરેચર ફેસ્ટિવલમાં ઓનલાઈન સંબોધન કરતા કહ્યું કે, ‘કોરોના મેનેજમેન્ટમાં પાકિસ્તાન ભારત કરતા સારું રહ્યું છે.’

બિહાર વિધાનસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસ સાંસદ શશી થરૂર અને પી. ચિદમ્બરમે એવું નિવેદન આપ્યું છે કે, જેને ભાજપને તાત્કાલિક ઝડપીને ચૂંટણી મુદ્દો બનાવી દીધો છે અને કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે. થરૂરે લાહોર લિટરેચર ફેસ્ટિવલમાં ઓનલાઈન સંબોધન કરતા કહ્યું કે, ‘કોરોના મેનેજમેન્ટમાં પાકિસ્તાન ભારત કરતા સારું રહ્યું છે.’ આ દરમિયાન થરૂરે ભારતમાં મુસલમાનોની સ્થિતિ અને પૂર્વોત્તરના લોકો સાથે થઈ રહેલા ભેદભાવનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

ભાજપે આ નિવેદનને તાત્કાલિક મુદ્દો બનાવી દીધો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ થરૂરની મજાક ઉડાવતા કહ્યું કે, થરૂરે ભારતની મજાક ઉડાવી છે.

થરૂરના એ નિવેદનો, જેને ભાજપે ચૂંટણી મુદ્દો બનાવ્યા

  • ઓક્ટોબર 2018: થરૂરે બેંગલુરુ લિટરેચર ફેસ્ટિવલમાં સંઘના એક કાર્યકરના હવાલાથી કહ્યું કે, ‘પીએમ મોદી એક શિવલિંગ પર બેઠેલા વીંછી જેવા છે, જેને ના તો હાથથી હટાવી શકાય છે, ના તો ચંપલ મારી શકાય છે.’
  • ઓક્ટોબર 2018: અયોધ્યા મુદ્દે સુપ્રીમકોર્ટમાં સુનવણી શરૂ થતા પહેલા કહ્યું કે, ‘કોઈ પણ સારો હિંદુકોઈ બીજાના પૂજાસ્થળને પાડીને અને બાબરી મસ્જિદના સ્થાને રામ મંદિરનું નિર્માણ કરવા નહીં ઈચ્છે.’
  • જુલાઈ 2018: થરૂરે તિરુવનંતપુરમના એક કાર્યક્રમમાં કહ્યું કે, ‘જો ભાજપ ફરી લોકસભા ચૂંટણી જીતશે, તો અમને લાગે છે કે આપણું લોકતાંત્રિક બંધારણ નહીં બચે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો