તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • In The Midst Of An Epidemic, Be It Ready To Pay A Fine If The System Is Tightened On The Issue Of Masks Or Gandhigiri, If You Go Out Without A Mask.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દંડ:મહામારી વચ્ચે માસ્ક મુદ્દે તંત્રની કયાંક કડકાઇ તો કયાંક ગાંધીગીરી, માસ્ક વગર નીકળ્યા તો દંડ ભરવા તૈયાર રહેજો

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બજાર, મોલ, ધાર્મિક સ્થળોઅે તંત્રની ટીમ ત્રાટકી : પ્રથમ દિવસે 9 હજારનો દંડ

ભુજ સહિત જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને અનલોકમાં મળેલી છૂટછાટમાં લોકો મહામારીની ગાઇડલાઇન ભૂલી, વધુ બેદરકાર બનતાં ભુજ, માધાપર અને સુખપરમાં માસ્ક, સામાજિક અંતર સહિત ગાઇડલાઇનના પાલન માટે 6 ટીમોની રચના કરાઇ છે. પ્રથમ દિવસે અા ટીમો દ્વારા 9 હજારનો દંડ વસુલ કરાયો હતો.

6 ટીમોએ રવિવારે 17 ધાર્મિક સ્થળો, વાણિયાવાડ, છઠ્ઠીબારી, અનમ રીંગરોડ તેમજ ભુજ, માધાપર, મિરઝાપર, સુખપરની 10 બજાર, 187 દુકાન, 03 મોલ/કોમ્પ્લેક્ષ, 13 જાહેર સ્થળો, 13 ગેસ્ટહાઉસ, પેટ્રોલપંપ વિગેરેની ઓચિંતી મુલાકાત લીધી હતી અને અમલવારી બાબતે ચકાસણી કરાઇ હતી. વધુમાં માસ્ક ન પહેરવા બદલ અને ગાઈડલાઈનના ભંગ બદલ 9 હજારનો દંડ પણ કરવામાં આવ્યો હતો.

પ્રથમ દિવસે માસ્ક હોવા છતાં ન પહેરતા લોકો દંડાયા હતા, તો જે લોકો પાસે માસ્ક ન હતા તેવા લોકોને તંત્ર દ્વારા માસ્ક આપી ગાંધીગીરી કરાઇ હતી. અા ઝુંબેશ અાગામી દિવસોમાં અવિરત ચાલુ રહેશે અને જો ગાઇડલાઇનનો ભંગ થતો જણાશે તંત્ર દ્વારા દંડ કરાશે એમ મદદનીશ કલેક્ટર મનીષ ગુરવાનીએજણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો