• Home
  • Lifestyle
  • Travel
  • In the last week of 2019, more than two lakh tourists visited the Statue of Unity, earning ₹ 4.10 crore through tickets.

સ્ટેચ્યુ ઓફ યુનિટી / 2019ના વર્ષના છેલ્લા અઠવાડિયામાં બે લાખથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, ટિકિટ થકી ₹4.10 કરોડની આવક થઈ

In the last week of 2019, more than two lakh tourists visited the Statue of Unity, earning ₹ 4.10 crore through tickets.
In the last week of 2019, more than two lakh tourists visited the Statue of Unity, earning ₹ 4.10 crore through tickets.
In the last week of 2019, more than two lakh tourists visited the Statue of Unity, earning ₹ 4.10 crore through tickets.

  • સ્ટેચ્યુ ખાતે 29 ડિસેમ્બરે રવિવારના રોજ 39 હજાર પ્રવાસીઓ ઊમટ્યા, દિવાળીનો રેકોર્ડ તૂટ્યો
  • સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઊભાં કરાયેલાં ટેન્ટ સિટી 1 અને 2 પણ ફુલ થઈ ગયાં હતાં
  • 31મી ડિસેમ્બરની ઉજવણી યાદગાર બનાવવા માટે ડિનર, ડીજે પાર્ટી જેવાં આયોજનો કર્યાં હતાં

Divyabhaskar.com

Jan 02, 2020, 07:14 PM IST

પ્રિયંકા પંચાલ. નવા વર્ષની ઉજવણી કરવા માટે લોકોએ પોતપોતાની પસંદગીની જગ્યાઓ ફુલ કરી દીધી હતી. ન્યૂ યર સેલિબ્રેશન માટે આ વર્ષે લાખો પર્યટકોએ ઓછા બજેટમાં અદભુત અનુભવ મેળવવા માટે ગુજરાતમાં જ ઊભા થયેલા નવા પ્રવાસન સ્થળ એવા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ’ પર પસંદગી ઉતારી હતી. ગુજરાતમાં નર્મદા નદી પર બનાવવામાં આવેલ સરદાર સરોવર ડેમથી 3.5 કિલોમીટર દૂર આવેલી 182 મીટર ઊંચી વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાને સાત કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે. એન્જિનિયરિંગ માર્વેલ જેવી આ પ્રતિમા તેના લોકાર્પણ પછી સતત પ્રવાસીઓને આકર્ષી રહી છે.

ક્રિસમસથી લઈને નવા વર્ષ સુધીના રજાઓના અઠવાડિયામાં કેટલા પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લીધી અને તેને કારણે પ્રવાસન ખાતાને કેટલી આવક થઈ તે વિશે માહિતી મેળવવા માટે DivyaBhaskar.Comએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ’ના ડેપ્યુટી CEO નિલેશ દુબે સાથે વાત કરી. તેમણે માહિતી આપતાં કહ્યું કે, ક્રિસમસથી લઈને નવા વર્ષ સુધીના અઠવાડિયામાં દરરોજ સરેરાશ 28થી 38 હજાર લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લઈ રહ્યા છે.

તારીખવાર પ્રવાસીઓની સંખ્યા અને તેને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટિને થયેલી આવકના આંકડા આ પ્રમાણે છેઃ

તારીખ એન્ટ્રી પાસ વ્યૂઇંગ ગેલેરી એક્સપ્રેસ ટિકિટ ટોટલ પ્રવાસીઓ આવક (₹માં)
24 ડિસેમ્બર 22,059 6,399 712 29,989 56,28,555
25 ડિસેમ્બર 20,291 6,419 747 28,305 58,83,385
26 ડિસેમ્બર 18,683 6,446 834 27,235 58,16,025
27 ડિસેમ્બર 21,012 6,475 741 29,654 58,81,365
28 ડિસેમ્બર 24,069 6,537 717 32,825 65,63,640
29 ડિસેમ્બર 27,575 6,389 708 39,123 70,72,780
31 ડિસેમ્બર 16,944 6,360 686 19,944 41,80,270

ક્રિસમસના દિવસે 28 હજાર પ્રવાસીઓએ સ્ટેચ્યુની મુલાકાત લીધી

સ્ટેચ્યુ ઓફ યુનિટિના ડેપ્યુટી CEO નિલેશ દુબેએ આપેલી માહિતી પ્રમાણે ક્રિસમસના દિવસે 28 હજાર પ્રવાસીઓએ સ્ટેચ્યુની મુલાકાત લીધી હતી અને એક દિવસની આવક 58.83 લાખ રૂપિયા થઈ હતી. સ્ટેચ્યૂ ખાતે રવિવાર 26 ડિસેમ્બરના રોજ 39 હજાર પ્રવાસીઓ ઊમટ્યા હતા. પ્રવાસીઓની આ સંખ્યાએ દિવાળીનો રેકોર્ડ પણ તોડ્યો હતો. વર્ષ 2019ના છેલ્લા અઠવાડિયામાં બે લાખથી પણ વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુની મુલાકાત લીધી અને નવા વર્ષની સંધ્યા સુધી ટેન્ટ સિટી 1 અને ટેન્ટ સિટી 2 હાઉસ ફુલ થઈ ગયાં છે. 24 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવેલા પ્રવાસીઓની ટિકિટો થકી સ્ટેચ્યુને થયેલી આવકનો આંકડો 4.10 કરોડ રૂપિયાને ક્રોસ કરી જાય છે.

ટેન્ટ સિટી પણ ફુલ
ટેન્ટ સિટી ના સંચાલકોએ પણ પ્રવાસીઓની 31મી ડિસેમ્બરની ઉજવણી યાદગાર બનાવવા માટે ડિનર, ડીજે પાર્ટી જેવાં આયોજનો કર્યાં હતાં. ટેન્ટ સિટી-1ના મેનેજર (ફાઈનાન્સ) અને ઓપરેટર ભાવિક શેઠે કહ્યું કે, ટેન્ટ સિટી-1માં 55 ટેન્ટ છે. 31 ડિસેમ્બરને પગલે ટેન્ટ સિટીમાં ડાન્સ પાર્ટી, ગાલા ડિનરનું આયોજન રાખવામાં આવ્યું હતું.

ભાડું

ટેન્ટ સિટી-1માં એસી ટેન્ટનું એક દિવસનું ભાડું 6,000 રૂપિયા છે, રોયલ ટેન્ટનું ભાડું 8,000 રૂપિયા છે અને રોયલ વિલાનું ભાડું 30,000 રૂપિયા છે. તેમાં જમવાનો, સ્ટેચ્યુની ટિકિટ અન્ય પ્લેસિસની વિઝિટનો સમાવેશ થાય છે.

ટેન્ટ સિટી-2

નવા વર્ષના આગમન પૂર્વે ટેન્ટ સિટી-2ના સિનિયર મેનેજર પ્રબલ પટેલ સાથે થયેલી વાતચીતમાં તેમણે કહ્યું કે, ટેન્ટ સિટી-2માં 197 ટેન્ટ છે. નવા વર્ષની ઉજવણીને પગલે ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવેલું છે. નોન એસીનું ભાડું 4,500 રૂપિયા છે, ડિલક્સ ટેન્ટનું ભાડું 6,750 રૂપિયા અને પ્રીમિયમ ટેન્ટનું ભાડું 9,000 રૂપિયા છે, જેમાં જમવાનું, સ્ટેચ્યુની ટિકિટ અન્ય પ્લેસિસની વિઝિટનો સમાવેશ થાય છે. તેમજ 31 ડિસેમ્બર માટે ડિજે વિથ ડાન્સ અને ડિનરનું ખાસ આયોજન રાખવામાં આવ્યું છે.

X
In the last week of 2019, more than two lakh tourists visited the Statue of Unity, earning ₹ 4.10 crore through tickets.
In the last week of 2019, more than two lakh tourists visited the Statue of Unity, earning ₹ 4.10 crore through tickets.
In the last week of 2019, more than two lakh tourists visited the Statue of Unity, earning ₹ 4.10 crore through tickets.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી