ઈડર / તાતે આપી માત,માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કરતા હરાજી બંધ કરાઈ

In the idar market yard, the farmers closed the auction at noon

  • ખેડૂતોને ઘઉમાં પૂરતા ભાવ ના મળતા માર્કેટ યાર્ડમાં હોબાળો,હરાજી બંધ કરાઈ 
  • માર્કેટયાર્ડના ચેરમેન તથા વેપારીઓની તાકીદે મિટિંગ બોલાવાઈ

દિવ્ય ભાસ્કર

Mar 16, 2020, 12:01 PM IST

ઇડર: સાબરકાંઠાના ઇડર માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો હોવાની ઘટના સામે આવી છે.ખેડૂતોને ઘઉમાં પૂરતા ભાવ ના મળતા માર્કેટ યાર્ડમાં હોબાળો કર્યો હતો.અગાઉ સરકાર દ્વારા ટેકાના ભાવ નક્કી થયા હતા તે મુજબ ખેડૂતોને ભાવ મળતા ન હતા.ત્યારબાદ ઉશ્કેરાયેલા ખેડૂતોએ હોબાળો કર્યો હતો જેથી હરાજી બંધ કરાઈ હતી.ઉલ્લેખનીય છે કે ટેકાના સારા ભાવ લેવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો ઘઉ લઈને માર્કેટમાં આવ્યા હતા પરંતુ પૂરતા ભાવ ન મળતા હોબાળો કર્યો હતો જેથી હરાજી પણ બંધ કરવાની ફરજ પડી હતી.આ સમગ્ર ઘટના બાદ માર્કેટયાર્ડના ચેરમેન તથા વેપારીઓની તાકીદે મિટિંગ બોલાવાઈ હતી.જ્યાં સુધી પૂરતા ભાવ ન મળે ત્યાં સુધી હરાજી બંધ રહેશે-ખેડૂતો

X
In the idar market yard, the farmers closed the auction at noon

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી