તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વારસો:કાઠીગામે અશ્વદોડમાં 40 સ્પર્ધકોએ પોતાનું કૌવત દેખાડ્યું

નિઝર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આદિવાસી એકતા મંચ દ્વારા સમાજને એકત્ર કરવાના હેતુથી દર વર્ષે અશ્વદોડ યોજાય છે

રવિવારના રોજ સવારે મહારાષ્ટ્ર રાજ્યના અક્કલકુવા તાલુકાના કાઠી ગામ ખાતે રાષ્ટ્રીય આદિવાસી મંચ તાપી દ્વારા અશ્વદોડનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં 70 જેટલા ઘોડે સવારોએ ભાગ લીધો હતો. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના નજીક આવેલ મહારાષ્ટ્ર રાજ્યના સાતપુડા પર્વત માળામાં આવેલા અક્કલકુવા તાલુકાના રમણીય સ્થળ એવા કાઠી ગામ ખાતે રવિવારના રોજ રાષ્ટ્રીય આદીવાસી મંચ તાપી દ્વારા આદિવાસી રૂઢિ રિવાજો અને પુંજન અર્ચન કાર્યો સાથે આદિવાસી સમાજ માટે અશ્વદોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40 જેટલા ઘોડે સવારોએ ભાગ લીધો હતો.અને મોટી સંખ્યામાં લોકોએ આ સ્પર્ધા જોવા માટે ભેગા થયા હતા.વિજયી બનેલા ત્રણે ઘોડે સવારોને ટ્રોફી એનાયત કરાઇ હતી.

કોરોનાને કારણે સ્પર્ધા ગામની જગ્યાએ ખુલ્લા મેદાનમાં યોજાઇ: સ્પર્ધાના આયોજકોએ જણાવ્યું હતું કે ,દર વર્ષે આ અશ્વદોડ સ્પર્ધા કાઠી ગામમાં રાખવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ે લઈ પર્વત વિસ્તારમાં આવેલા મેદાનમાં રાખવામાં આવી હતી .અને સ્પર્ધા જોવા માટે આજુબાજુ ગામ ના લોકો ચારે બાજુના ડુંગરો પર ચઢીને જોતા હતા જે દ્રશ્યો ખૂબ જ આહલાદક બન્યું હતું. અંતે આદીવાસી રીતિ રિવાજો મુજબ આ સ્પર્ધાને વિરામ આપવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો