તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સર્વેક્ષણ:ઓનલાઇન શિક્ષણના ચોથા માસે જાણ થઈ કે 9 ટકા બાળકો પાસે ટીવી-મોબાઇલ નથી

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણી વહ્યાં ગયા બાદ પાળ બાંધી: જે વિદ્યાર્થી પાસે ઓનલાઇન શિક્ષણ માટેનું સાધન ન હોય તેના માટે અલગ પદ્ધતિઓ જાહેર કરાઇ

ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી અંતર્ગત શાળાઓમાં વર્ગખંડને બદલે ઓનલાઇન શિક્ષણ અપાઇ રહ્યું છે. જેમાં 15 જૂનથી ઓનલાઇન શિક્ષણ મોબાઇલ કે ટીવીના માધ્યમથી શાળાઓ દ્વારા આપવાનો આરંભ કરાયો અને આજે તેને ચાર માસ વિત્યા બાદ શિક્ષણ વિભાગને ખબર પડી છે કે રાજ્યમાં સરકારી શાળાઓમાં 9 ટકા અને ગ્રાન્ટેડ શાળાઓમાં 3 ટકા બાળકો એવા છે કે જેઓ પાસે ઘરે સ્માર્ટ મોબાઇલ, સાદો મોબાઇલ કે ટીવીની સુવિધા જ નથી. હવે જે સર્વેક્ષણ આ શિક્ષણના આરંભે કરવું જોઇએ તે હવે કરાતા આ બાળકોને ટીવી કે મોબાઇલથી અપાતું રોજનું ચાર માસનું શિક્ષણ મળ્યું જ નથી. માત્ર પાઠ્યપુસ્તક મળ્યા, સંપર્ક થયો અને એકમ કસોટી લેવાઇ બાકી રોજેરોજનું શિક્ષણ મળ્યું નથી.

રાજ્ય સરકારે કોરોનાના સમયગાળામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઘરે બેઠા શિક્ષણ મળે તે માટે ડીડી ગિરનાર, જી.વી.એસ. દ્વારા કાર્યક્રમો તેમજ સ્માર્ટ ફોન દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવાનો આરંભ તો ચાર માસ પહેલાથી કરી દીધો હતો. પણ હવે જાણકારી મળી કે જે વિદ્યાર્થીઓ પાસે ઘરે મોબાઇલ કે ટીવી નથી તેનું શુ? આથી સમગ્ર શિક્ષા, ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા એક સર્વેક્ષણ જાહેર કરાયું છે જેમાં પ્રાથમિક માં ભણતા જ ઓછા કરો પાસે મોબાઇલ છે ટીવી ન હતા તેવા છાત્રોનું 4 માસનું શિક્ષણ બગડ્યું છે. આ સર્વે પહેલા કરાવવાની જરૂર હતી.

એકેય ઉપકરણ ન હોય તેના માટે હવે આયોજન
ફળીયા(મહોલ્લા) શિક્ષણ, ડીવાઇસ ન ધરાવતા અને ડીવાઇસ ધરાવતા વિદ્યાર્થીઓને જોડવા, મોબાઇલ બેન્ક, ઇચ વન ટચ વન. આવા આયોજન ઘડી ઉપરકણ વિનાના બાળકોને શિક્ષણ આપવા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે. વિદ્યાર્થીઓ માટે ફળીયા શિક્ષણમાં બાલમિત્રની મદદ લઇ શકાય. માતા-પિતા, મોટા ભાઇ-બહેન કે સ્વયંસેવકનો સંપર્ક કરી અભ્યાસ માટે માર્ગદર્શન આપી શકે. તો મોબાઇલ બેન્ક બનાવી જૂના સ્માર્ટ ફોન દાનમાં લઇ જેની પાસે નથી તેને આપી શકાય. જોકે આ તમામ પગલાં એવાં છે કે જેમાં અન્ય લોકોની મદદ મળે તો જ ઉપરકણ વિનાના બાળકોને શિક્ષણ મળી શકે તેમ છે.

સર્વેક્ષણનું પરિણામ

વપરાશનો પ્રકારસરકારી શાળાના છાત્રોગ્રાન્ટેડ શાળાના છાત્રો
સ્માર્ટ ફોન ધરાવતા43%67%
ટીવી ધરાવતા52%54%
સાદા ફોન ધરાવતા35%19%
ઉપકરણ વિનાના09%03%

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો