પરિવારની વ્યથા / નિર્ભયા કેસના દોષિતોના પરિવારમાં કોઈની પત્ની વિકલાંગ છે તો કોઈના પિતા આંખની રોશની ધરાવતા નથી

In the family of Nirbhaya case convicts, whose wife is handicapped, one's father is not blind.

Divyabhaskar.com

Jan 07, 2020, 07:48 PM IST

નવી દિલ્હીઃ નિર્ભયા કેસમાં ચાર આરોપી સામે ડેથ વોરંટ જારી કરવામાં આવ્યું છે. 22મી જાન્યુઆરીના રોજ સવારે 7 વાગે તમામ દોષિતોને ફાંસી આપવામાં આવશે.

મુકેશ સિંહઃ

નિર્ભયા ગેંગરેપનો દોષિત મુકેશ બસ ક્લિનર તરીકે કામ કરતો હતો. જે રાત્રે ગેંગરેપ થયો તે દિવસે તે બસમાં સવાર હતો. ગેંગરેપ બાદ મુકેશે નિર્ભયા અને તેના મિત્રને સખત માર માર્યો હતો. તે દિલ્હીના રામદાસ સ્લમ
વિસ્તારમાં રહેતો હતો. તે મુખ્ય દોષિત રામસિંહનો નાનો ભાઈ છે. રામસિંહે ટ્રાયલ વખતે તિહાર જેલમાં આત્મહત્યા કરી લીધી હતી.

અક્ષયકુમાર:

લગ્ન બાદ વર્ષ 2011માં દિલ્હી આવ્યો હતો. તે બિહારના ઓરંગાબાદનો વતની છે. તેણો પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધી અને દિલ્હી આવતો રહ્યો. અહીં તેની રામસિંહ સાથે તેની મુલાકાત થઈ હતી. પરિવારમાં પત્ની અને એક બાળક છે. તેનો પરિવાર બિહારમાં રહે છે. જ્યારે પિતા બીમાર છે અને આર્થિક રીતે ગુજરાન ચલાવવા સક્ષમ નથી. પરિવારમાં એકમાત્ર અક્ષય કમાનાર વ્યક્તિ હતો, જે જેલમાં છે.

વિનય શર્માઃ

નિર્ભયા ગેંગરેપનો દોષિત વિનય જીમ ટ્રેનર તરીકે કામ કરતો હતો. આ ઘટના સમયે રાત્રે વિનય બસ ચલાવી રહ્યો હતો.તેણે ગયા વર્ષે જેલમાં આત્મહત્યાનો પ્રયત્ન કર્યો પણ બચી ગયો હતો. પરિવારમાં પિતા તેની એક
આંખની દ્રષ્ટિ ધરાવતા નથી, કોન્ટ્રેક્ટ પર એરપોર્ટ પર કામ કરે છે અને માતા બીમાર છે. પરિવારમાં બે બહેન છે. એક બહેન ડાયાબિટીક છે. બીજી બહેન પણ બીમારી રહે છે.

પવન ગુપ્તાઃ

પવન દિલ્હીમાં ફળો વેચતો હતો. આ ઘટના સમયે તે બસમાં હાજર હતો. પવન જેલમાં રહીને ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતો હતો. તે દિલ્હીમાં રવિદાસ કેમ્પમાં રહેતો હતો. પરિવારમાં પિતા ફળનું વેચાણ કરે છે અને પત્ની વિકલાંગ છે અને તેને ડાયાબિટીસની બીમારી પણ છે. પરિવાર ખૂબ જ ગરીબીમાં જીવન વિતાવી રહ્યો છે.


X
In the family of Nirbhaya case convicts, whose wife is handicapped, one's father is not blind.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી