તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:ભારે ભીડ અને માસ્ક ભુલાતા જિલ્લામાં કોરોનાના 76 ટકા કેસ એકલા ભાવનગર શહેરમાં જ મળ્યા

ભાવનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 21 દિવસમાં કુલ 248 પોઝિટિવ કેસ નોંધાયા

તાજેતરમાં ગુજરાતમાં કોરોનાના કેસનો વિસ્ફોટ થતા મુલાકાતે આવેલી કેન્દ્રીય નિષ્ણાતોની ટીમે તારણ કાઢ્યું છે કે તહેવારોમાં ભારે ભીડ શહેરી વિસ્તારોમાં ખરીદી માટે ઉમેટતા અને તેમાં માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ ભુલાવા જેવા કારણ મુખ્ય હોવાનું દર્શાવ્યું છે. આ ભાવનગર શહેરમાં પણ સાબિત થયું છે.

રાજ્યના અન્ય મહાનગરોની તુલનામાં ભાવનગર શહેરમાં કોરોના કાબૂમાં છે પરંતુ ભાવનગર જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના તાલુકાઓમાં જેમાં 23 લાખની વસ્તી છે અને ભાવનગર શહેર જ્યાં 7 લાખની વસ્તી છે તેમાં વસ્તી ઓછી છતાં ભાવનગર શહેરમાં સમગ્ર જિલ્લાના 76.21 ટકા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે તમામ તાલુકાઓમાં મળીને 23.79 ટકા જ કેસ નોંધાયા છે. દિવાળીની ખરીદી વેળનાએ શહેરની બજારોમાં કોરોનાની તમામ આચારસંહિતાને નેવે મુકીને ભારે ભીડ 7-8 દિવસ સુધી ઉમટી હતી. માસ્ક પણ ભુલાયા હતા.

શહેરમાં રોજના 9 કેસ, ગામડામાં 2.81 કેસ
ભાવનગર શહેરમાં આ નવેમ્બર માસમાં કુલ 189 કેસ છેલ્લાં 21 દિવસમાં નોંધાયા શહેરી વિસ્તારમાં રોજના 9 પોઝિટિવ કેસની સરેરાશ આવી છે. જ્યારે ગામડાઓમાં 21 દિવસમાં 59 પોઝિટિવ કેસ નોંધાતા રોજના કોરોનાના કેસની સરેરાશ 2.81ની આવી છે. સમગ્ર જિલ્લામાં રોજના કેસની એવરેજ 11.81 કેસની આવી છે.

દિવાળીના મહિનામાં ક્યાં કેટલા કેસ ?

ભાવનગર શહેર189 કેસ
સિહોર તાલુકો10 કેસ
વલ્લભીપુર તાલુકો10 કેસ
ઉમરાળા તાલુકો09 કેસ
મહુવા તાલુકો08 કેસ
પાલિતાણા તાલુકો06 કેસ
તળાજા તાલુકો05 કેસ
ભાવનગર તાલુકો04 કેસ
ઘોઘા તાલુકો03 કેસ
ગારિયાધાર તાલુકો03 કેસ
જેસર તાલુકો01 કેસ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો