કર્ણાટક / બફેલો રેસમાં શ્રીનિવાસે 13.62 સેકન્ડમાં 142.50 મીટરનો વિક્રમ સ્થાપિત કર્યો, સ્પીડ 100 મીટરમાં બોલ્ટના વર્લ્ડ રેકોર્ડથી 0.03 સેકન્ડ ઝડપી

શ્રીનિવાસ ગૌડાએ કહ્યું- મને કમ્બાલા ખૂબ જ પસંદ છે. ઉપલબ્ધિનો શ્રેય મારી ભેંસોને જાય છે
શ્રીનિવાસ ગૌડાએ કહ્યું- મને કમ્બાલા ખૂબ જ પસંદ છે. ઉપલબ્ધિનો શ્રેય મારી ભેંસોને જાય છે

  • વર્લ્ડ રેકોર્ડ બનાવનાર શ્રીનિવાસની પ્રશંસા થઈ રહી છે, યુઝર્સે કહ્યું- સરકાર ઓલિમ્પિક માટે તૈયાર કરે
  • કમ્બાલા રેસ કે બફેલો રેસ કર્ણાટકની પરંપરાગત રમત છે, કીચડ વચ્ચે બે ભેંસ વચ્ચે દોડ લગાવવામાં આવે છે

Divyabhaskar.com

Feb 15, 2020, 05:00 PM IST

બેંગ્લુરુઃ કર્ણાટકના શ્રીનિવાસ ગૌડા (28 વર્ષ)એ તાજેતરમાં બફેલો રેસ (ભેંસ દોડ)માં 13.62 સેકન્ડમાં 142.50 મીટરનું અંતર પૂરું કર્યું છે. કર્ણાટકની પરંપરાગત રમતના ઈતિહાસમાં આટલી ઝડપથી દોડ પૂરી કરનાર તે પ્રથમ વ્યક્તિ બની છે. તેમણે બફેલો રેસમાં 30 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો છે. હવે તેમની ગણતરી વિશ્વના સૌથી ઝડપ દોડવીર જમૈકાના ઉસૈન બોલ્ટ સાથે કરવામાં આવે છે. ફક્ત 9.58 સેકન્ડમાં 100 મીટર પૂરી કરનાર બોલ્ટના નામે વિશ્વ વિક્રમ છે.

શ્રીનિવાસ દક્ષિણ કન્નડ જિલ્લાના મૂદાબિદરીના રહેવાસી છે. કમ્બાલામાં વિક્રમ સ્થાપિત કર્યા બાદ શ્રીનિવાસ ચર્ચાના કેન્દ્રમાં છે. લોકો તેમની દોડની ઝડપ અંગે મૂલ્યાંકન કરી રહ્યા છે. બીજીબાજુ સમયની દ્રષ્ટિએ 100 મીટરમાં શ્રીનિવાસની ઝડપ 9.55 સેકન્ડ હોવાનું જાણવા મળ્યું છે, જે બોલ્ટની તુલનામાં 0.03 સેન્કડ વધારે ઝડપ છે. અલબત બોલ્ટના રેકોર્ડની તુલના કરી શકાય તેમ નથી. કારણ કે શ્રીનાવિસ ભેંસની જોડી સાથે કીચડમાં દોડ્યા હતા. આ સમયે કેટલીક અલગ સ્પીડ હોય છે.

શ્રીનિવાસને ઓલિમ્પિકમાં મોકલવા માટે માંગ

શ્રીનિવાસની યોગ્યતાને જોતા સોશિયલ મીડિયા યુઝર્સ તેમને ઓલિમ્પિકમાં મોકલવા માટે માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે સરકાર શ્રીનિવાસને તાલીમ આપવાની વ્યવસ્થા કરે. દોડમાં જીત મેળવ્યા બાદ શ્રીનિવાસે કહ્યું કે પરંપરાગત રમતમાં વિક્રમ સ્થાપિત કરવા બદલ મારી ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. મને કમ્બાલા પસંદ છે. તેનો શ્રેય મારી ભેંસોને તોડવામાં આવે છે. તે ખૂબ જ ઝડપ ધરાવે છે અને હું સતત તેમની પાછળ દોડી રહ્યો હતો.

X
શ્રીનિવાસ ગૌડાએ કહ્યું- મને કમ્બાલા ખૂબ જ પસંદ છે. ઉપલબ્ધિનો શ્રેય મારી ભેંસોને જાય છેશ્રીનિવાસ ગૌડાએ કહ્યું- મને કમ્બાલા ખૂબ જ પસંદ છે. ઉપલબ્ધિનો શ્રેય મારી ભેંસોને જાય છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી