• Home
  • Business
  • In the AGR case, Bharti Airtel deposited Rs 8,004 crore against DoT

ટેલિકોમ ક્ષેત્ર / AGR કેસમાં ભારતી એરટેલે DoT સમક્ષ બાકીના રૂપિયા 8,004 કરોડ જમા કરાવતા કુલ દેવાની ચુકવણી પૂરી કરી

In the AGR case, Bharti Airtel deposited Rs 8,004 crore against DoT

અગાઉ પણ ભારતી એરટેલ રૂપિયા 10,000 કરોડની ચુકવણી કરી હતી

મૂડીઝે  કહ્યું હતું કે ભારતી એરટેલ પાસે પાંચ અબજ ડોલરની ચુકવણીની  ક્ષમતા  હોવાથી  રેટિંગમાં સંતોષજનક

Divyabhaskar.com

Feb 29, 2020, 01:11 PM IST

નવી દિલ્હીઃ ભારતી એરટેલે આજે જણાવ્યું હતું કે તેને એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR)ને લગતી બાકીની રૂપિયા 8,004 કરોડની સરકારને ચુકવણી કરી દીધી છે. આ અગાઉ 17 ફેબ્રુઆરે પણ રૂપિયા 10,000 કરોડની ચુકવણી કરી હતી. આ સાથે કંપનીએ કુલ 18,004 કરોડની ચુકવણી કરી દીધી છે.

એરટેલ પાસે પાંચ અબજ ડોલરની ચુકવણી કરવાની ક્ષમતા

તાજેતરમાં જ રેટિંગ એજન્સી મૂડીઝ (Moody's)એ કહ્યું હતું કે ખાનગી ક્ષેત્રની ટેલિકોમ કંપની ભારતી એરટેલ પાસે પાંચ અબજ ડોલરની બાકી નિકળતી રકમ ચુકવવાની આર્થિક ક્ષમતા ધરાવે છે. આ અગાઉ હાઈકોર્ટે આ મહિને ટેલિકોમ કંપનીઓને કહ્યું હતું કે તેઓ 24 ઓક્ટોબર,2019ના ચુકાદાનું પાલન કરે. સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનેશન્સ (DoT)ને એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR)ની ચુકવણી કરવા માટે આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ (DoT)ની પરિભાષાને યોગ્ય ગણાવી હતી.

17 માર્ચ સુધી કરવાની છે ચુકવણી

મૂડીઝને કહ્યું છે કે રૂપિયા 35,300 કરોડની રોકડ ચુકવણીથી ભારતી એરટેલની ઋણ સંબંધિત ગુણવત્તા પર કોઈ જ ખાસ અસર થશે નહીં. તેના વર્તમાન રેટિંગમાં તેની સ્થિતિ સંતોષજનક રહેશે. એરટેલે 17મી માર્ચ સુધીમાં બાકી નિકળતી રકમની ચુકવણી કરવાની છે.

સરકારે કહ્યું- કંપનીઓ રજૂ કરે સેલ્ફ-એસેસમેન્ટ ડોક્યુમેન્ટ

તાજેતરમાં જ સરકારે ટેલિકોમ કંપની પાસેથી AGRના સેલ્ફ-એસેસમેન્ટને લગતા દસ્તાવેજ માંગ્યા હતા. DoTના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ દસ્તાવેજોને આધારે કંપનીઓ પર બાકી નિકળતી AGRની ગણતરી કરવામાં મદદ મળશે.

વોડાફોન આઈડિયા પાસેથી બાકી વસૂલાત

વોડાફોન આઈડિયાની વાત કરીએ તો કંપનીએ AGR બાકી નિકળતી રકમ અંગે 20 ફેબ્રુઆરીના રોજ DoT ને એક હજાર કરોડની ચુકવણી કરી હતી. આ અગાઉ પણ 17 ફેબ્રુઆરી,2020ના રોજ કંપનીએ રૂપિયા 2,500 કરોડ જમા કરાવ્યા હતા. હવે વોડાફોન આઈડિયા પર રૂપિયા 49,538 કરોડની બાકી રકમ છે. જ્યારે અગાઉ આ રકમ રૂપિયા 53,038 કરોડ હતી.

X
In the AGR case, Bharti Airtel deposited Rs 8,004 crore against DoT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી