• Home
  • Utility
  • In vaya vandana yojana, the heir will not get any additional benefit in case of suicide

કામની વાત / વય વંદના યોજનામાં આત્મહત્યાની સ્થિતિમાં વારસદારને કોઈ વધારાનો લાભ મળશે નહીં

In vaya vandana yojana, the heir will not get any additional benefit in case of suicide

  • તેને જમા કરાયેલી મૂળ રકમ જ પાછી આપવામાં આવશે
  • સરકારી સબસિડીવાળી આ યોજનામાં લઘુત્તમ રૂ.1.50 લાખનું રોકાણ કરવું જરૂરી છે
  • યોજના સાથે જોડાયેલી વધુ માહિતી માટે ફોન નંબર 022-67819281 કે 022-67819290 પર કોલ કરી શકો છો

Divyabhaskar.com

Jan 23, 2020, 12:31 PM IST

યુટિલિટી ડેસ્ક. વય વંદના યોજનામાં પેન્શનના પ્રથમ હપ્તાની રકમ જમા કરાવ્યાના એક વર્ષ, છ મહિના, ત્રણ મહિના કે એક મહિના પછી જ મળશે. તમે કયો વિકલ્પ પસંદ કર્યો છે તેના પર આધારિત રહેશે.

વય વંદન યોજનામાં પોલિસીધારકે ખાસ બાબતનું ધ્યાન રાખવાનું રહેશે કે, જો પોલિસીધારકનું આ સમયગાળા દરમિયાન સ્વાભાવિક મૃત્યુ થાય છે કે તે આત્મહત્યા કરે છે તો આવી સ્થિતિમાં તેના વારસદારને કોઈ વધારાનો ફાયદો મળશે નહીં. તેને જમા કરાયેલી મૂળ રકમ જ પાછી આપવામાં આવશે. એટલે કે કોઈ વ્યક્તિએ જો રૂ.10 લાખ જમા કરાવ્યા છે તો મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીને 10 લાખ જ પરત કરવામાં આવશે.

આ યોજના શરૂ કરવા પાછળનો હેતુ વરિષ્ઠ નાગરિકોને દર મહિને એક મોટી રકમ તે છે. આ સ્થિતિમાં બાળકો તેમની ઉપેક્ષા કરી શકશે નહીં. જો તેમની ઉપેક્ષા થાય તો વૃદ્ધોના ખિસ્સામાં એટલી રકમ તો રહેશે કે તેઓ પોતાની જરૂરિયાતો પુરી કરી શકે.

ઓનલાઈન પ્રક્રિયા
આ પેન્શન યોજનાને ઓનલાઈન પણ શરૂ કરી શકાય છે. સરકારી સબસિડીવાળી આ યોજનામાં લઘુત્તમ રૂ.1.50 લાખનું રોકાણ કરવું જરૂરી છે. મહત્તમ રૂ.15 લાખનું રોકાણ કરી શકો છો. તેના માટે https://eterm.licindia.in/onlinePlansIndex/pmvvymain.do પર ક્લિક કરવાનું રહેશે.

ઓફલાઈન પ્રક્રિયા:
આવેદન પત્ર ભરીને LIC( લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) કચેરીની કોઈ પણ શાખામાં જમા કરાવી શકાય છે. કોઈ પણ શાખામાં એ તમને મળી જશે.

જરૂરી દસ્તાવેજ
આધાર કાર્ડ (આવશ્યક છે), જન્મનું પ્રમાણપત્ર, એડ્રેસ પ્રૂફ (વિજળી બિલ, રેશન કાર્ડ, વોટર આઈડી, ટેલિફોન બિલ, ડ્રાઈવિંગ લાયસન્સ, મનરેગા કાર્ડ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈ એક), પેન કાર્ડ, બેંક પાસબૂક (પેન્શન ખાતામાં સીધું જમા થશે), પાસપોર્ટ સાઈઝનો ફોટો અને એ દસ્તાવેજ કે સર્વિસ બૂક જે આવેદકને નિવૃત્ત જાહેર કરતા હોય.


ટોલ ફ્રી નંબર
યોજના સાથે જોડાયેલી વધુ માહિતી માટે ફોન નંબર 022-67819281 કે 022-67819290 પર કોલ કરી શકો છો. તેના માટે એક ટોલ ફ્રી નંબર પણ છે- 1800-227-717 પર પણ તમે ફોન કરીને માહિતી મેળવી શકો છો.

X
In vaya vandana yojana, the heir will not get any additional benefit in case of suicide

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી