• Home
  • Lifestyle
  • Travel
  • In Tejas Express, the 'Book Baggage' facility is launched, the passenger will have to pay a charge of Rs 90 to 100 per kilo.

સુવિધા / તેજસ એક્સપ્રેસ'માં 'બુક બેગેજ' સુવિધા શરૂ કરવામાં આવી, પેસેન્જરે કિલોદીઠ રૂ.90થી 100 ચાર્જ ચૂકવવો પડશે

In Tejas Express, the 'Book Baggage' facility is launched, the passenger will have to pay a charge of Rs 90 to 100 per kilo.

  • બુકિંગ કરાવનારના ઘરેથી લગેજ લઈ જઈ ઉતરવાના સ્થળ સુધી પહોંચાડવાની સુવિધા
  • ટ્રેનમાં 35 કિલો સુધી વજન લઈ જવાની છૂટ છે
  • લગેજ મોકલવા માટે બુક બેગેજ એપ કે વેબસાઈટ પર બુકિંગ કરાવી શકાશે

Divyabhaskar.com

Jan 19, 2020, 12:48 PM IST

ટ્રાવેલ ડેસ્ક. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)એ શરૂ કરેલી ગુજરાતની પ્રથમ ખાનગી ટ્રેન તેજસમાં પેસેન્જરો લગેજ ફ્રી મુસાફરી કરી શકે તે માટે 'બુક બેગેજ' સુવિધા શરૂ કરી છે. આ સુવિધામાં લગેજ બુક કરાવનાર પેસેન્જરના ઘરેથી લગેજ લઈ જઈ પેસેન્જર ઉતારવાની જે જગ્યા કહે તે જગ્યાએ પહોંચાડવામાં આવશે. ટ્રેનમાં 35 કિલો સુધી વજન લઈ જવાની છૂટ છે ત્યારે આ સુવિધા માટે પેસેન્જરે કિલોદીઠ રૂ.90થી 100 ચાર્જ ચૂકવવો પડશે.

IRCTCના અધિકારીના જણાવ્યા પ્રમાણે, તેજસના મુસાફરો માટે શરૂ કરવામાં આવેલી આ સુવિધાનો લાભ આગામી દિવસોમાં અન્ય ટ્રેનના મુસાફરો માટે તેમજ ફ્લાઈટના પેસેન્જરો માટે પણ શરૂ કરવામાં આવશે. પરિવાર સાથે કે ગ્રુપમાં મુસાફરી કરતા પેસેન્જરો મોટાભાગે લગેજ વગર મુસાફરી કરવા ઈચ્છે છે. એવી જ રીતે ફ્લાઈટમાં જતી વખતે બેગેજ ચેકિંગ માટે લાઈનમાં ઉભા રહેવાથી છૂટકારો મેળવવા માટે શરૂ થયેલી આ નવી બુક બેગેજ સુવિધામાં પેસેન્જરના ઘરેથી લગેજ લઈ તેના નિયત સ્થળે લગેજ પહોંચાડવામાં આવે છે.

બુક બેગેજ એપ કે સાઈટ પર બુકિંગ થશે

  • લગેજ મોકલવા માટે બુક બેગેજ એપ કે વેબસાઈટ www.indianrail.gov.in પર બુકિંગ કરાવી શકાશે.
  • અધિકારીના જણાવ્યા પ્રમાણે , બુક બેગેજ મોબાઈલ એપ કે બુકબેગેજ ડોટ કોમ વેબસાઈટ પર જઈ પેસેન્જરો પોતાનું લગેજ બુક કરાવી શકશે. બુક બેગેજની મદદથી બુક થયેલ લગેજ ઇન્સ્યોરન્સની સુવિધા સાથે પહોંચાડાશે.

QR કોડ વગર બેગેજ સોંપાશે નહીં
બુક બેગેજ દ્વારા લગેજ બુક કરાવવા માટે પેસેન્જરે વેબસાઈટ કે એપ ઓપન કરી લોગઈન કરવાનું રહેશે. લોગઈન થતા પેસેન્જરે આપેલ સરનામે અને મોબાઈન નંબર પર કર્મચારી પહોંચી જશે. તે લગેજનું વજન કરી ચાર્જ જણાવશે અને જો પેસેન્જર લગેજ બુક કરે તો લગેજ સંપૂર્ણ સુરક્ષા સાથે લઈ જશે. વધુમાં પેસેન્જરને QR કોડ આપવામાં આવશે. આ કોડ બતાવ્યા બાદ જ પેસેન્જરને કે તેના સંબંધીને લગેજની ડિલિવરી આપવામાં આવશે. QR કોડથી લગેજ ક્યાં પહોંચ્યું છે તેનું ટ્રેકિંગ પણ કરી શકાશે.

એક માણસના ભાડાં જેટલો ચાર્જ
તેજસ એક્સપ્રેસ માટેની બુક બેગેજ સુવિધાનો લોકો લાભ લેશે કે કેમ તે કહી ન શકાય. વધુમાં આ સુવિધાનો ચાર્જ વધુ છે. જો કોઈ પેસેન્જર સામાન્ય 10 કિલોગ્રામ વજનનું લગેજ બુક કરાવે તો પણ તેને 900થી 1000 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.જો પેસેન્જર 20 કિલો વજન બુક કરાવે તો 2 હજાર એટલે કે વ્યક્તિના ભાડાં જેટલો ખર્ચ થાય.

X
In Tejas Express, the 'Book Baggage' facility is launched, the passenger will have to pay a charge of Rs 90 to 100 per kilo.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી