• Home
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, the municipality and the police commissioner took to the road and said that strict action would be taken against the person who broke the lock down.

સુરત / સુરતમાં પાલિકા અને પોલીસ કમિશનરે રસ્તા પર ઉતરી કહ્યું, લોક ડાઉનનો ભંગ કરનાર સામે સખત કાર્યવાહી થશે

પાલિકા કમિશનર અને પોલીસ કમિશનરે માસ્ક પહેરી રસ્તા પર આવતા જતા વાહનચાલકોને સમજાવવા કોશિષ કરી હતી.
પાલિકા કમિશનર અને પોલીસ કમિશનરે માસ્ક પહેરી રસ્તા પર આવતા જતા વાહનચાલકોને સમજાવવા કોશિષ કરી હતી.

  • બન્ને કમિશનરે વાહનચાલકોને સમજાવવા કોશિષ કરી
  • લોક ડાઉનનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે-કમિશનર

દિવ્ય ભાસ્કર

Mar 23, 2020, 12:01 PM IST

સુરતઃકોરોના રોગચાળાનો ભય દિવસે દિવસે વધી રહ્યો છે.જનતા કર્ફ્યુમાં ઘરમાં રહેલા લોકો ઉધડતા અઠવાડીયા ઘરની બહાર નીકળીને રસ્તા પર આવ્યા હતાં. આ દરમિયાન પાલિકા કમિશનર બંછાનિધી પાની અને પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટે લોકોને સમજાવવાની કોશિષ કરી હતી. વાય જંકશનથી લઈને બન્ને કમિશનર સાથે અલગ વિસ્તારમાં ફર્યા હતાં. બાદમાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, લોકો નહી સમજે તો લોક ડાઉનનો ભંગ કરનાર સામે કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવશે.

અલગ અલગ વિસ્તારમાં બન્ને કમિશનર ફર્યા

કોરોના વાયરસની સ્થિતિને પગલે લોક ડાઉનની સ્થિતિનું નિરિક્ષણ કરવા માટે પાલિકા અને પોલીસ કમિશનર જુદા જુદા વિસ્તારોમાં સ્થળ વિઝિટ કરી હતી. રાંદેર, પાલનપુર એરિયા બાદ અઠવા ઝોન વાય જંકશન મુલાકાત લીધી હતી. બાદમાં વરાછા, કતારગામ વિસ્તારમાં જાત નિરિક્ષણ કર્યું હતુ.

પોલીસ કમિશનરની ચીમકી

સુરતમાં લોક ડાઉનનો ભંગ કરનારાઓ સામે થશે સખત કાર્યવાહી કરવામાં આવશે તથા વાહનો પણ ડિટેઇન કરાશે. સાથે સમજાવટ બાદ પણ જો નહીં સમજે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.લોક ડાઉનને પગલે લોકોને સુરત પોલીસ કમિશનરની અપીલ છે. લોકો પોતાના ઘરોમાં રહે તેવી અપીલ કરવામાં આવી છે.

X
પાલિકા કમિશનર અને પોલીસ કમિશનરે માસ્ક પહેરી રસ્તા પર આવતા જતા વાહનચાલકોને સમજાવવા કોશિષ કરી હતી.પાલિકા કમિશનર અને પોલીસ કમિશનરે માસ્ક પહેરી રસ્તા પર આવતા જતા વાહનચાલકોને સમજાવવા કોશિષ કરી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી