તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત બોર્ડનો નિર્ણય:ધોરણ 9 થી 12માં 30 ટકા સવાલ ટૂંકા 70% વર્ણનાત્મક પ્રશ્નો પૂછવામાં આવશે

ભાવનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન અપાશે
  • કોરોનાની અસર, ગુણભાર, પ્રશ્નપત્રોનું માળખું, સહિતની જાણકારી ટૂંક સમયમાં અપાશે

કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 9થી 12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર પ્રમાણે ધોરણ 9થી 12ની વાર્ષિક પરીક્ષામાં વિદ્યાર્થીઓને દરેક વિષયમાં 30 ટકા ટૂંકા પ્રશ્નો અને 70 ટકા વર્ણનાત્મક પ્રશ્નો પુછાશે.

કોરોનાને કારણે વિદ્યાર્થીઓમાં અભ્યાસનો સ્ટ્રેસ ઘટાડી શકાય તે માટે ગુજરાત બોર્ડે આ નિર્ણય લીધો છે. તમામ જિલ્લા ડીઈઓ દ્વારા પરીક્ષા પદ્ધતિના બદલાવ અંગેની માહિતી દરેક સ્કૂલોને મોકલી આપવામાં આવી છે. આથી આવનારી પરીક્ષાઓમાં આ નિયમનો અમલ કરવામાં આવશે. કોરોના મહામારી દરમિયાન ઓનલાઇન ક્લાસને કારણે વિદ્યાર્થીઓ પર વધુ તણાવ ન આવે તે માટે બોર્ડે આ પહેલાં અભ્યાસક્રમમાં કાપ મૂક્યો હતો.

હવે વિદ્યાર્થીઓની સરળતા વધે તે માટે પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા ગુણભારમાં ફેરફાર કરવાની સાથે કુલ પ્રશ્નોની સામે આપેલા ઓપ્શનની પસંદગીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી વિદ્યાર્થીઓને ઇન્ટરનલ ઓપ્શનની જગ્યાએ જનરલ ઓપ્શનની પસંદગી કરવાની પણ છૂટ આપવામાં આવશે. શૈક્ષણિક વર્ષ 2019-20માં ધોરણ 9થી 12માં ટૂંકા પ્રશ્નોનોનો ગુણભાર 20 ટકા અને વર્ણનાત્મક પ્રશ્નોનો ગુણભાર 80 ટકા રાખવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ગુજરાત બોર્ડે કાપ મૂકેલા સુધારેલા અભ્યાસક્રમમાં પ્રકરણદીઠ ગુણભારની જાહેરાત આવનારા ટૂંક સમયમાં કરવામાં આવશે. આથી વિદ્યાર્થીઓને કયા પ્રકરણ પ્રમાણે, કેટલી મહેનત કરવી તેનો અંદાજ રહેશે. જોકે 12 સાયન્સની પરીક્ષા પદ્ધતિમાં કોઈ ફેરફાર કરાયો નથી. આમ કોરોનાની મહામારીના આ વર્ષમાં ગુજરાત બોર્ડે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યો છે.

ધો.12 સાયન્સમાં કોઈ ફેરફાર ન કરાયો
ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગયા વર્ષે લાગુ કરેલી પરીક્ષા પદ્ધતિને જ આ વર્ષે યતાવત્ રખાઈ છે, જેમાં 50 ટકા ટૂંકા પ્રશ્નો રહેશે. જ્યારે 50 ગુણના વર્ણનાત્મક પ્રશ્નો રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો