તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કલિયુગનો કલંકિત કિસ્સો:રાજકોટમાં વિધવા બહેન પર સગા ભાઈએ જ ધાકધમકી આપી સોળ વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો, પોલીસે આરોપીની ધરપકડ કરી

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર
  • પરિણીત શખ્સે બે વર્ષ પહેલા તરુણીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

શહેરના ગોકુલધામ પાસે ગોકુલનગર-3માં રહેતા એક શખ્સે પોતાની જ સગી વિધવા બહેન પર અવારનવાર બળાત્કાર ગુજાર્યો હોવાની કલંકિત ઘટના સામે આવી છે. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી ભુપત નાનજીભાઈ ધોળકિયા છેલ્લા સોળ વર્ષથી તેની ઉપર બળાત્કાર ગુજારતો હતો. બળજબરીપૂર્વક તેની સાથે શારીરિક સંબંધ બાંધી ધાકધમકી આપતો હતો. આ સાથે જ ધમકી આપતા કહ્યું હતું કે, ‘કોઈને જાણ કરીશ તો મારી નાખીશ.’

પોલીસે આગળની તપાસ હાથ ધરી
આ મામલે પીડિતાએ પોલીસને ફરિયાદ કરી હતી. ત્યારે આ મામલે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો અને પીઆઇ ધોળાની સૂચના પ્રમાણે પીએસઆઇ વી.એન. મોરવાડિયા અને સ્ટાફે આરોપી સામે આઈપીસી 376, 506(2), 323 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભોગ બનનાર મહિલાના પતિનું 16 વર્ષ પહેલા અવસાન થયું હતું.
શહેરમાં વધી રહેલા દુષ્કર્મના બનાવોમાં વધુ એક સમાજમાં કલંકિતરૂપ ઘટના પ્રકાશમાં આવી છે. નાનાભાઇની પત્ની અને તેની સગી બહેન પર નજર બગાડી તેને પણ દુષ્કર્મનો શિકાર બનાવતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. અન્ય એક બનાવમાં બે વર્ષ પહેલા તરુણીને લગ્નની લાલચ આપી પરિણીત શખ્સે દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.ભોગ બનનાર મહિલાએ ગોકુલનગર-4માં રહેતા તેના સગાભાઇ ભૂપત નાનજી ધોળકિયા સામે તાલુકા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે તાલુકા પોલીસમથકના પીઆઇ જે.વી.ધોળાએ વિગત આપતા જણાવ્યું કે, ભોગ બનનાર મહિલાના પતિનું 16 વર્ષ પહેલા અવસાન થયું હતું.

સગાભાઇના કૃત્ય બાદ અંતે ભોગ બનનાર મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

ત્યાર બાદ સગાભાઇ ભૂપતે અજુગતી માગણી કરી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. પતિના અવસાન બાદ બીજા લગ્ન કરી લીધા હતા. ત્યારે 16 વર્ષ પછી ભાઇ ભૂપત ફરી ગત તા.28ના રોજ ઘરે આવી શારીરિક સંબંધ બાંધવાની માગણી કરી હતી. જેનો વિરોધ કરતા સગાભાઇએ માર મારી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. અને કોઇને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સગાભાઇના કૃત્ય બાદ અંતે ભોગ બનનાર મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સમાજમાં લાંછનરૂપ બનાવને પગલે ફરિયાદ નોંધાયા બાદ આરોપી ભૂપત ધોળકિયાને સકંજામાં લીધો હતો. અને કોવિડ ટેસ્ટ કરાવ્યો છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં આરોપી ભૂપતે 2017માં તેના સગાનાના ભાઇની પત્ની ઉપર પણ દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે મહિલા પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હોવાનું પીઆઇ ધોળાએ કહ્યું છે.

ભોગ બનનારને તેની સહેલીના પરિચિત સાથે ઓળખાણ થઇ હતી.

દુષ્કર્મના અન્ય બનાવમાં હાલ 19 વર્ષની યુવતીએ માયાણીનગર પાસે આવેલા ચામુંડાનગર-4માં રહેતા મેહુલ ડુંગરભાઇ સોલંકી સામે માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ભોગ બનનારને તેની સહેલીના પરિચિત સાથે ઓળખાણ થઇ હતી. બંને વચ્ચે અવારનવાર મોબાઇલ પર વાતચીત થતી રહેતી હતી. દરમિયાન બે વર્ષ પહેલા પોતે 17 વર્ષની હોવા છતાં મેહુલે લગ્નની લાલચ આપી તેના ઘરે બોલાવી બળજબરીથી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.

ધમકીથી કંટાળી અંતે યુવતીએ માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

બાદમાં મેહુલ પરિણીત હોવાની જાણ થતા તેની સાથે સંબંધો તોડી નાખ્યા હતા. તેમ છતાં તે અવારનવાર મોબાઇલ પર હેરાન કરતો હતો. ત્યારે બે દિવસ પહેલા ફરી મેહુલ બળજબરીથી તેના ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ તેને પોતાના મોબાઇલમાં ઉતારેલા અશ્લીલ વીડિયો વહેતા કરી દેવાની ધમકી આપી હતી. મેહુલની વારંવારની ધમકીથી કંટાળી અંતે યુવતીએ માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવતીની ફરિયાદ નોંધી મહિલા પોલીસમથકને તપાસ સોંપાઇ છે. પોલીસે મેહુલ સોલંકીને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો