તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Porbandar, Two Tremors Were Recorded In 3 Minutes In The Early Morning, The Depth And Intensity Of Both The Epicenters Were Also The Same.

ભૂકંપના આંચકા:પોરબંદરમાં વહેલી સવારે 3 મિનિટમાં ભૂકંપના બે આંચકા,બંને ભૂકંપના એપીસેન્ટરની ઊંડાઈ તેમજ તીવ્રતા પણ એક સરખા નોંધાયા

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 કિલો મિટરના અંતરે બે કેન્દ્ર નોંધાયા

સૌરાષ્ટ્રમાં સારા ચોમાસા બાદ ભૂકંપના આંચકાઓનું પ્રમાણ વધ્યું છે. રાજકોટમાં બે દિવસ પહેલા 3 આંચકા બાદ પોરબંદરમાં માત્ર 3 જ મિનિટમાં બે હળવા આંચકા અનુભવાયા છે. પોરબંદરથી 30 કિ.મી. દૂર પોરબંદર ખંભાળિયા રોડ પર અડવાણા અને જામખીરસરા ગામ પાસે બે આંચકાના કેન્દ્ર નોંધાયા છે. પ્રથમ આંચકો જામખીરસરાની સીમમાં સવારે 3.49 કલાકે આવ્યો હતો અને બીજો આંચકો 3.52 મિનિટે નોંધાયો હતો. આ બંનેની તીવ્રતા 2 મેગ્નિટ્યુટની રહી હતી તેમજ એપીસેન્ટરની ઊંડાઈ પણ 7 અને 6 કિ.મી. એટલે કે લગભગ એક સરખી રહી હતી.

ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિક રિસર્ચના વૈજ્ઞાનિકો જણાવે છે કે, સૌરાષ્ટ્રની ભૂમિમાં અનેક લિનિયામેન્ટ્સ એટલે કે તિરાડો અને પોચા ભૂ ભાગ આવેલા છે. જ્યારે ચોમાસામાં ભારે વરસાદ પડે ત્યારે જમીનમાં દબાણ વધે છે અને આ દબાણને કારણે પેટાળમાં જે ઊર્જા એકઠી થાય છે તે લિનિયામેન્ટ્સમાંથી સપાટી પર આવતા આંચકા આવે છે. આ આંચકાઓ સામાન્ય રીતે 1.5થી 3ની તીવ્રતાના હોય છે અને એક જ વિસ્તારમાં સતત આવતા રહે છે. ચોમાસાના બે કે ત્રણ મહિના પછી આંચકાઓની સંખ્યા એકદમથી ઘટી જાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો