તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આત્મહત્યા:પાટિયામાં મહિલાએ ઘરમાં અને ફૂલપુરામાં વૃદ્ધનો ઝાડ પર ફાંસો

દાહોદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

જીલ્લામાં બે જગ્યાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત કરવાની ઘટના બની હતી. જેમાં ઝાલોદ તાલુકાના ફુલપુરા ગામના ડાબોડીયા ફળીયામાં રહેતા 68 વર્ષિય વૃધ્ધ સરદારભાઇ ફતાભાઇ ડામોરે તા.14મી સપ્ટેમ્બરના રોજ સવારે ઠુંઠી કંકાસીયા ગામે અગમ્ય કાસણોસર લીમડાના ઝાડની ડાળીએ રૂમાલ બાંધી ફાંસો ખાઇ મોતને વ્હાલુ કર્યુ હતું. આ બાબતની જાણ ગામ લોકોને થતાં સ્થળ ઉપર ટોળા ઉમટ્યા હતા. પોલીસને આ બાબતની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ગ્રામજનોની મદદથી મૃતદેહ ઝાડ ઉપરથી નીચે ઉતાર્યો હતો. પંચોની રૂબરૂમાં પંચનામુ કરી મૃતદેહને ઝાલોદ સરકારી દવાખાને પી.એમ. અર્થે મોકલી આપ્યો હતો.

જ્યારે બીજી ઘટના ગરબાડા તાલુકાના પાટીયા ગામના નવા ફળિયામાં રહેતા રમેશભાઇ કરણભાઇ માવી તા.15મીના રોજ બપોરના સમયે પોતાના ખેતરમાં ખેતી કામ માટે ગયા હતા. તે દરમિયાન તેમની પત્ની સુમીબેન માવીએ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જોતરી સાથે દોરડુ બાંધી ફાંસો ખાઇ જીવનલીલા શંકાલી લીધી હતી. રાત્રે રમેશભાઇ ઘરે આવ્યા ત્યારે તેમની પત્નીને ફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોવા મળ્યા હતા. જેથી તેઓએ ગરબાડા પોલીસ મથકે જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી સુમીબેન માવીના મૃતદેહનું પંચનામુ કરી પી.એમ. અર્થે ગરબાડા સરકારી દવાખાને મોકલી આપી હતી. બન્ને ઘટના અંગે સંબંધીત પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો