તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ધરપકડ:પાટડીમાં રિક્ષા લઇને વૃદ્ધાનો દોરો લૂંટવા આવેલા 3 આરોપી ઝડપાયા

પાટડી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 દિવસ અગાઉ પાંચહાટડી વિસ્તારમાં લૂંટની કોશિશ કરી હતી
  • સીસીટીવી કૂટેજ તપાસતાં રિક્ષા ખારાઘોડાના શખ્સની હોવાનું ખૂલ્યું

પાટડી પાંચહાટડી વિસ્તારમાં બે દિ’અગાઉ રિક્ષામાં આવેલા 3 શખ્સોએ ઘરની બહાર ઓટલા પર બેઠેલા વૃદ્ધાએ પહેરેલી સોનાની ચેન લૂંટવાની કોશીશ કરીને નાસી છુટ્યા હતા. જે સીસીટીવી કૂટેજના આધારે પોલીસ રિક્ષા સાથે ત્રણેય આરોપીઓને ખારાઘોડાથી ઝબ્બે કરી લીધા હતા.

પાટડી પાંચહાટડી વિસ્તારમાં આવેલી હનુમાનફળીમાં સોનીની દુકાન ધરાવતા વિરલ જયંતિભાઇ સોનીના માતા મંગળાબેન દુકાનના ઓટલા પર બેઠા હતા. ત્યારે બજારમાંથી આવેલી રિક્ષામાં સવાર 3 શખ્સોમાંથી એકે વૃદ્ધાને સરનામું પુછ્યું હતુ પછી આજુબાજુમાં કોઇ ના દેખાતા તેમના ગળામાં પહેરેલી સોનાની ચેન લૂંટવાની કોશીશ કરી હતી. આ ઘટનાની જાણ થતા પાટડી પીએસઆઇ વી.એન.ચૌધરી, સુરેશભાઇ, ઇન્દુભા, જયંતિભાઇ લેંચીયા અને નશરૂદિનભાઇ સહિતના પોલિસ સ્ટાફે સીસીટીવી કૂટેજના આધારે આ રીક્શા ખારાઘોડા સ્ટેશનમાં રહેતા દિનેશભાઇ છનાભાઇ વડેચા (ઠાકોર)ની હોવાનું ખુલતા પાટડી પોલીસેઆ યુવાનને દબોચીને આકરી પુછપરછ કરતા જગદિશભાઇ ગુગાભાઇ ગુજરવાડીયા (ઠાકોર) અને રોહિતભાઇ વશરામભાઇ કુકવાયા (ઠાકોર)નું નામ ખુલતાપોલીસેત્રણેય ચોર ઇસમોની અટક કરી આકરી પુછપરછ કરતા આ ત્રણેય શખ્સોએ પાટડી પાંચહાટડી વિસ્તારમાં આવેલી હનુમાનફળીમાં વૃધ્ધાએ ગળામાં પહેરેલી સોનાની ચેન લૂંટવાની કોશીશ કર્યાનું કબુલ્યું હતુ. આ કેસની વધુ તપાસ પાટડી પોલિસ મથકના પીએસઆઇ વી.એન.ચૌધરી ચલાવી રહ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો