તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:પાટણમાં પતિ-પત્નીના ઝગડાના સમાધાન માટે એકઠા થયેલા બે પરિવારો બાખડ્યા

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને પરિવારના 7 સભ્યો સામસામે બી ડિવીજનમાં ફરિયાદ

પાટણ શહેરના ગાંધીધામ ખાતે પતિ-પત્નીના સામાજિક ઝઘડાને નિવારણ લાવવા માટે કુટુંબના આગેવાનો સમાધાન માટે શુક્રવારે ભેગા થયા હતા ત્યારે ચર્ચા ચર્ચામાં મામલો બિચકતા બે પરિવારના સભ્યો આમને સામને આવી મારામારી કરી હતી. આ અંગે પાટણ બી ડિવિઝનમાં 7 સામે ફરિયાદ નોંધાવી હતી.

ચાણસ્મામાં રહેતાં દિનેશભાઈ હરજીભાઈ પરમારની પત્ની રિસામણે હોય તેને તેડવા સારું પત્નીના કુટુંબી આગેવાનો સાથે પાટણ શહેરમાં ગાંધીધામ ખાતે શુક્રવારે બપોરે બેઠક કરી હતી. તેમજ ચર્ચામાં પત્નીને નવું ઘર ખરીદી આપવાની વાત થતાં જે બાબતે પતિએ અમારી પરિસ્થિતી નથી તેમ કહી ઇન્કાર કરતા બંને પક્ષો વચ્ચે બોલાચાલી બાદ સામસામે લાકડી, લોખંડની પાઇપ અને ગડદાપાટુનો મારી મારતાં ઇજાઓ થઇ હતી.

આમની સામે ફરિયાદ
}પરસોતમભાઈ ખાનાભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ ધનાભાઈ ચૌહાણ અને દિનેશભાઈ ધનાભાઈ ચૌહાણ રહે.કલ્યાણા, અશોકભાઈ છગનભાઈ પરમાર રહે.મોતિસરા
}દિનેશભાઈ હરજીભાઈ પરમાર નરેશભાઈ હરજીભાઈ પરમાર અને દિલીપભાઈ વાલજીભાઈ પરમાર રહે. ત્રણેય ચાણસ્મા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો