તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હાલાકી:પાલનપુર બચુનગરમાં ગટરનું પાણી છોડાતાં રહીશો દુર્ગંધથી ત્રાહિમામ્

પાલનપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકા સહિત ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય

પાલનપુરમાં જુના આરટીઓ સર્કલ નજીક રેલવે ટ્રેકની બાજુમાં આવેલા બચુનગર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ભૂર્ગભ ગટરનું પાણી ખુલ્લા પ્લોટોમાં નાંખી દેવામાં આવતાં ગંદા પાણીનું તળાવ ભરાઇ ગયું છે. આ સમસ્યા હલ કરવા માટે રહિશોએ નગરપાલિકા સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોઇ ભારે રોષની લાગણી પ્રસરી જવા પામી છે.

પાલનપુર બચુનગરમાં રહેતા રહિશો ગટરના ગંદા પાણીથી ત્રાહીમામ્ પોકારી ગયા છે. નગરપાલિકા દ્વારા ભૂર્ગભ ગટરનું પાણી ખુલ્લા પ્લોટ સહિતની જમીનમાં છોડવામાં આવી રહ્યું છે. આ અંગે સ્થાનિક રહિશ બચુભાઇ પઢિયારે જણાવ્યું હતું કે, ‘નગરપાલિકા દ્વારા અમને થોડા દિવસ પુરતું ગટરનું પાણી પસાર કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, તે પછી આ પાણી દરરોજ માટે છોડવામાં આવી રહ્યું છે અને આગળ જવાનો માર્ગ ન હોવાથી એક જગ્યાએ ભરાઇ રહેતું હોવાથી અમારા પ્લોટ પણ ગંદા પાણીથી ભરાઇ રહ્યા છે. વળી પાણીને આગળ જવા માટે વહેણ પણ ન હોઇ એક જગ્યાએ ભરાઇ રહેતાં ભયંકર બદબૂ મારી રહ્યું છે. લોકો વિસ્તાર છોડીને અન્યત્ર રહેવા જઇ રહ્યા છે. પાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ મળતાં નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો