તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દંડ:નવ મહિનામાં પોલીસે માસ્ક વિના ફરતા લોકો પાસેથી 13.40 કરોડનો દંડ વસૂલ્યો

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્ફ્યૂનો ભંગ કરવા બદલ 683 લોકોની ધરપકડ, 637 સામે ગુનો નોંધાયો
  • ડિટેન થયેલાં વાહનો છોડાવવા બદલ 64,135 લોકોએ રૂ. 15.68 કરોડનો દંડ ભર્યો

શહેર કોરોનાના સકંજામાં આવ્યું ત્યારથી આજદિન સુધીમાં પોલીસે માસ્ક પહેર્યા વગર ફરતા 2,68,238 લોકો પાસેથી રૂ.13.40 કરોડ દંડ વસૂલ કર્યો છે. જ્યારે લોકડાઉન તેમ જ કર્ફ્યૂના સમયે કામવગર ઘરની બહાર ફરવા નીકળેલા લોકોના 64,135 વાહનો પોલીસે ડિટેઈન કરીને તે વાહનો છોડવા પેટે રૂ.15.68 કરોડ દંડ વસૂલ કર્યો હતો. આમ અમદાવાદ પોલીસે લોકડાઉન અને કર્ફ્યૂ દરમિયાન 9 મહિનામાં સરકારને વધારાની રૂ.29 કરોડની આવક કરી આપી છે.

કોરોના મહામારીના સમય દરમિયાન શહેરમાં જાહેરનામાનો ભંગ કરનારા 30,851 લોકો સામે પોલીસે ગુનો નોંધી 39,527 લોકોની ધરપકડ કરી હતી.

જ્યારે શનિ અને રવિવારના 57 કલાકના કર્ફ્યૂ દરમિયાન પોલીસે રવિવારે બપોરે 4 વાગ્યા સુધીમાં કામ વગર ઘરની બહાર ફરવા નીક‌ળેલા 637 લોકો સામે કર્ફ્યૂ ભંગનો ગુનો નોંધ્યો છે, જ્યારે 683 લોકોની ધરપકડ કરી છે.

જ્યારે કર્ફ્યૂ દરમિયાન પોલીસે 92 વાહન ડિટેન કરીને રૂ.2.44 લાખ દંડ વસૂલ્યો હતો. જ્યારે માસ્ક પહેર્યા વગર જાહેરમાં ફરતા 279 લોકો પાસેથી રૂ.2.79 લાખ દંડ વસૂલ્યો હતો.

રોજ હજારથી 1500 લોકો પાસેથી માસ્કનો દંડ વસૂલાય છે
કોરોનાના કારણે સરકારે માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું ત્યારે માસ્ક વગરનો દંડ રૂ. 200 નક્કી કરાયો હતો. ત્યાર બાદ માસ્ક વગરનો દંડ વધારીને રૂ.500 અને અત્યારે માસ્ક વગરનો દંડ વધારીને રૂ.1000 કરી દેવાયો છે. જ્યારે હાલમાં પોલીસ રોજના સરેરાશ હજારથી 1500 લોકોને માસ્ક પહેર્યા વગર પકડે છે અને તેમની પાસેથી રોજનો રૂ.15 લાખ દંડ વસૂલ કરી રહી છે. બીજી તરફ પોલીસે લોકડાઉન અને કર્ફ્યૂ દરમિયાન કામ વગર ઘરની બહાર નીકળેલા લોકોનાં કુલ 64,135 વાહન ડિટેન કર્યાં હતાં, જેને છોડાવવા માટે લોકોએ અત્યાર સુધીમાં રૂ.15.68 કરોડ દંડ ભર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો