તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નવસારીમાં લોકગાયિકા અલ્પા પટેલના ભજનો પર રૂપિયાનો વરસાદ થયો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોડિયાર માતાના મંદિરના લાભાર્થે ડાયરો યોજાયેલો
  • 25 લાખથી વધુ રૂપિયાનું દાન એક જ રાતમાં એકઠું થયું

સુરતઃનવસારીમાં ખોડિયાર માતાના મંદિરની 15મી સાલગીરી નિમિતે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકગાયિકા અલ્પા પટેલ દ્વારા ભજનની સરવાણીમાં લોકોએ લાખો રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. નાના બાળકોથી લઈને વૃધ્ધો સુધીના લોકોએ 10 રૂપિયાથી લઈને 2 હજાર સુધીની ચલણી નોટો ગાયિકા પર વરસાવી હતી. 

મોટી સંખ્યામાં લોકો ઉમટેલા
કછોલીમાં ખોડિયાર માતાના મંદિરના લાભાર્થે યોજાયેલા અલ્પા પટેલના ડાયરામાં મોટી સંખ્યામાં આસપાસથી લોકો ઉમટી પડ્યાં હતાં. અલ્પા પટેલના ભજનો પર લોકો રીતસર ઝૂમી ઉઠ્યાં હતાં અને દરેક ભજનો પર ભારતીય ચલણની નોટો ઉડાવી હતી. મંદિરના લાભાર્થે યોજાયેલા આ ડાયરામાં લગભગ 25 લાખ રૂપિયાનું દાન એકત્ર કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો